Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કાલાવડમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ

કાલાવડઃ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત બી.બી.એન્‍ડ પી.બી.હિરપરા કન્‍યા વિદ્યાલય કન્‍યા પ્રાથમિક વિદ્યાલય, કાલાવડ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ તથા અકબરી કન્‍યા છાત્રાલય-કાલાવડમાં ૭૫ વર્ષ આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી. હર ઘર તિરંગા સાથે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રમુખ ગોપાલભાઇ અકબરી તથા મંત્રી જમનભાઇ તારપરા, ખજાનચીશ્રી વેલજીભાઇના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ. કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજા રાજયકક્ષાના મંત્રી ગુજરાત રાજય, ગાંધીનગરની પ્રેરક ઉપસ્‍થિતી સાથે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ. ટ્રસ્‍ટીઓ બાબુભાઇ કપુરીયા, ગાંડુભાઇ ડાંગરિયા, વશરામભાઇ વેકરીયા તથા અન્‍ય મહાનુભાવો સંજયભાઇ ડાંગરીયા, અભિષેકભાઇ પટવા, ઓધાભાઇ આંબલીયા, વિનુભાઇ રાખોલીયા, સી.પી.ભાઇ દિનેશભાઇ સાંગાણી, મેઘજીભાઇ ચાવડા, ગોમતીબેન ચાવડા તથા સંસ્‍થાના આચાર્યશ્રી અને પાર્વતીબેન દિનેશભાઇ સાંગાણી, મેઘજીભાઇ ચાવડા, ગોમતીબેન ચાવડા તથા સંસ્‍થાના આચાર્યરી અને પાર્વતીબેન તથા સર્વે સ્‍ટાફ પણ આ વિદ્યાર્થીની બહેનોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો. સ્‍વાતંત્રય પર્વ ઉજવણીની તસ્‍વીરો.

(11:08 am IST)