Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર દ્વારા ખેતીમાં વિજ્ઞાન અંગે ખેડૂત મીટીંગ યોજાઇ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણ તા. ૧૮: પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર, ભારત સરકારના વન, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્‍જ મંત્રાલયના ‘ઉત્‍કૃષ્ઠ કેન્‍દ્ર' તરીકે ૧૯૮૪ માં સ્‍થાપના થઇ હતી, જે સમગ્ર દેશમાં જળ,જમીન, જંગલ જેવા કુદરતી સંશાધનોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે, શિક્ષણ અને જાગૃતિ વિષયક કામગીરી કરે છે.
સંસ્‍થાની ફિલ્‍ડ ઓફીસ, રાજકોટ જીલ્લાના, જસદણ તાલુકા મથક પર છેલ્લા ૩૫ વર્ષથી કાર્યરત છે, જે મહિલા મંડળો, ખેડૂત મંડળો, ફાર્મર પ્રોડ્‍યુસર કંપનીઓના ગઠન દ્વારા, ટકાઉ આજીવિકાની કામગીરીના ક્ષ્રેત્રમાં કામગીરી કરે છે.ᅠ
નાબાર્ડના નાણાંકીય સહયોગ અને માર્ગદર્શન દ્વારા, સંસ્‍થા દ્વારા, જસદણ-વિછીયા તાલુકામાં ૫ ફાર્મર પ્રોડ્‍યુસર કંપનીઓનું ગઠન કરવામાં આવ્‍યું છે, જેમાં ખેડૂતો સાથે મળી ખરીદે અને સાથે મળી વેચી શકે તેવી કાર્ય સંસ્‍કૃતિ તૈયાર કરવાની કામગીરી થઇ રહી છે.ᅠ
તારીખ ૧૨ ઓગસ્‍ટ ૨૦૨૧ના રોજ ડો. વિક્રમ સારાભાઈની ૧૦૨ મી જન્‍મ જયંતીનીᅠ ઉજવણીના ભાગ રૂપે હિંગોળગઢ ફાર્મર પ્રોડયુસર કંપની લીમીટેડᅠ દ્વારા ‘ખેતીમાં વિજ્ઞાન' થીમ ઉપર વર્કશોપ રાખવામાં આવ્‍યો હતો. જેમાં રાજકોટ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર તરઘડિયાથી ડાઙ્ઘ. હિરપરા , વીંછીયા તાલુકાના વિસ્‍તરણ શાખામાંથી અશોકભાઇ મુળિયા અને ગ્રામસેવક વિજયભાઇ, રીલાયન્‍સ ફાઉન્‍ડેશન જસદણમાંથી કિરણભાઈ પટેલ અને પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર જસદણમાંથી ભરતભાઇ ચૌહાણ ઉપસ્‍થિત રહ્યા હતા.ᅠ
ભરતભાઇ ચૌહાણ દ્વારા ડાઙ્ઘ. વિક્રમ સારાભાઈનો જીવન પરિચય અને તેમના કાર્યોને યાદ કરીને પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર સંસ્‍થાનો પરિચય અને નાબાર્ડ સંસ્‍થાના નાણાંકીય સહયોગથી હાલમાં શરૂ એફ. પી. ઓ. પ્રોજેક્‍ટની માહિતી આપવામાં આવી હતી. ડો. હિરપરા દ્વારા જમીન ચકાસણી શા માટે કરવી જોઈએ ?, સજીવખેતી દ્વારા સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણની જાળવણી, પાકમાં ટેકનોલોજી વિષય પર માહિતી આપવામાં આવી હતી. કિરણભાઈ પટેલ દ્વારા મનરેગા યોજનાનો ખેડુતોએ કઇ રીતે લાભ લેવો જોઈએ વિષય પર ખેડુતોને માહિતગાર કર્યા હતા. અશોકભાઇ મુળિયા દ્વારા હાલમાં શરૂ તમામ સરકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે, ફાર્મર પ્રોડ્‍યુસર કંપનીના મુખ્‍ય વહીવટી અધિકારીઓ તથા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્‍ટર દ્વારા, જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્‍યું હતું જેમાં ૧૨૦ જેટલા ખેડૂતો જોડાયા હતા.

 

(10:43 am IST)