Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કોડીનાર પાલિકા દ્વારા કાલે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ પ્રસંગે મટકી ફોડ સુશોભન સ્‍પર્ધા યોજાશે

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૧૮: છેલ્લા ૨ વર્ષ થી કોરોના કાળ ના તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ હતા જે આ વર્ષે થી યોજાવા નું નક્કી થતાં કોડીનાર નગર પાલિકા દ્વારા શહેરીજનો નો ઉત્‍સાહ વધારવા આગામી તા. ૧૯ ને શુક્રવારના રોજ આવતા જન્‍માષ્ટમીના તહેવારમાં કોડીનાર નગરપાલિકા દવારા જુદા જુદા વિસ્‍તારોમાં આવેલ મટકી શણગાર તથા તે સાથે સામેલ જરૂરી ફલોટને પ્રથમ , બીજો અને ત્રીજો આપવાનું નકકી કરેલ હોય આ બાબતેᅠ યુવક મંડળ / ગ્રુપો ને જરૂરી સુચનો આપવા તા .૧૮ ને ગુરૂવારના રોજ સવારના ૧૧ કલાકે નગરપાલિકા કચેરી - કોડીનાર ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે અને વધુ ને વધુ યુવક મંડળો દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાય તેવું કોડીનાર નગર પાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ ભટ્ટે અખબારી યાદીમાં જણાવાયું છે

 

(10:42 am IST)