Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પોરબંદરની નિરમા ફેકટરીના પ્‍લાન્‍ટ ઉપરથી નીચે પટકાતા સુરતના યુવા એન્‍જીનીયરનું મૃત્‍યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : બીરલા (નિરમા) ફેકટરીના પ્‍લાન્‍ટના ચોથા માળે કામ કરતા મુળ સુરતના યુવા એન્‍જીનીયર નિકુંજ રાવલ (ઉ.રર) અકસ્‍માતે પ્‍લાન્‍ટ ઉપરથી નીચે પટકાતા નિકુંજનું મૃત્‍યુ થયેલ છે.
બિરલા (નિરમા) ફેકટરીના પ્‍લાન્‍ટના ચોથા માળે કામ કરી રહેલ મૂળ સુરતના યુવા એન્‍જીનીયર નિકુંજ રાવલ અકસ્‍માતે પ્‍લાન્‍ટ ઉપરથી નીચે પડી જતાં તેનું મૃત્‍યુ નીપજયું છે. આ ફેકટરીમાં થોડા સમય પહેલા ચીમનીમાં કામ કરવા માટે ઉભો કરાયેલ માંચડો તુટી પડતા ત્‍યાં હાજર ૪ કામદારોનો ભોગ લેવાયો હતો આ અકસ્‍માત બાદ તે વખતે ફેકટરી ર માસ સુધી બંધ રહી હતી. યુવા એન્‍જીનીયર નિકુંજના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલે લઇ જવાયેલ છે. નિરમા ફેકટરીમાં સુરતના યુવા એન્‍જીનીયરનું પ્‍લાન્‍ટ ઉપરથી પડી જવાથી મૃત્‍યુ થતા આ ફેકટરીમાં ત્રણ માસમાં અકસ્‍માતનો બીજો બનાવ બન્‍યો છે. ફેકટરીમાં યુવા એન્‍જીનીયરમાં મૃત્‍યુ અંગે તપાસ કરીને પગલા લેવાશે કે કેમ...? તેવી ચર્ચા કામદારોમાં થઇ રહી છ.ે

 

(4:49 pm IST)