Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જામનગરમાં સાસુ-સસરા સાથે રહેવા ન માંગતી પુત્રવધુ એ ટ્રેન નીચે ઝંપલાવ્‍યું

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: અહીં સાંઈ બાબાના મંદિર પાછળ સોનીયા નગર, જામનગરમાં રહેતા પ્રવિણભાઈ અરજણભાઈ પરમાર, ઉ.વ.૪૬ એ બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭-૬-ર૦રરના નવા નાગના ગામ પાસે રેલ્‍વે ફાટક નં.૧૯ર/સી પાસે મરણજનાર ઉષાબેન જયદિપભાઈ જાદવભાઈ સોનારા, ઉ.વ.રપ, રે. ભગવતી પરા, મીઠીફળી, કાલાવડવાળા જીદી સ્‍વભાવના હોય અને તેના સાસુ -સસરા સાથે સંયુકત પરીવારમાં રહેવું ન હોય અને તેના પતિ સાથે નોખુ રહેવું હોય જેના કારણે મનમા લાગી આવતા ટ્રેન આગળ પડતું મુકી મરણ ગયેલ છે.

શાપર પાટીયા પાસે દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૬-ર૦રરના શાપર પાટીયા પાસે સિકકા તરફ આરોપી સોમાભાઈ દેવરાભાઈ પરમાર, માલાભાઈ ઉર્ફે માલદે હિરાભાઈ આલ, મન્‍દુ ભાભળા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૯પ, કિંમત રૂ.૧,૪૭,પ૦૦/- તથા મહેન્‍દ્ર પીકપ બોલેરો જેના રજી.નં. જી.જે.-૦૩-બી.વી.-૧૧ર૮ ની કિંમત રૂ.પ,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર, કિંમત રૂ.પપ૦૦/- મળી કુલ રૂ.૬,પ૩,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાન માંથી દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેશભાઈ રાણાભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધવી છે કે, તા.૧૭-૬-ર૦રરના નવાગામ ઘેડ, ટીંબાફળી, આરોપી રોહિત વિશાલભાઈ શિંગાળાના રહેણાક મકાનમાં એ દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો કિંમત રૂ.૪,રપ૦/- તેમજ દેશી દારૂ બનાવવાનો કાચો આથો લીટર ૬૦૦ ની કિંમત રૂ.૧ર૦૦/- તથા તૈયાર દેશી દારૂ લીટર-ર૦, કિંમત રૂ.૪૦૦/- મળી કુલ રૂ.પ,૮પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શ્‍વાસની બિમારી સબબ યુવાનનું મોત

અહીં બારદાનવાલા કોમ્‍પ્‍લેક્ષ ફલેટ નં.-૪૭, જામનગરમાં રહેતા ઘનશ્‍યામભાઈ સનાભાઈ પરમાર એ સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭-૬-ર૦રરના આ કામે મરણજનાર અજીતભાઈ ઉર્ફે રાજુભાઈ સનાભાઈ પરમાર, ઉ.વ.૪ર ને શ્‍વાસ લેવામાં તકલીફ થતા સારવાર અર્થેે જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

ઈંગ્‍લીશ દારૂની ૧૮ બોટલ સાથે ઝડપાયો

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૬-ર૦રરના મીગ કોલોનીના છેડે મહાદેવના મંદિરની બાજુમાં પુલીયા પાસે આરોપી જીવણભાઈ ખીમાભાઈ ચાવડા, દિલાવર ઉર્ફે હરપાલસિંહ ભરતસિંહ જાડેજા એ પોતાના કબ્‍જા ભોગવટાની હિરો હોન્‍ડા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-એ.બી.-૬૪રપ માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર શીલબંધ બોટલ નંગ-૧૮, કિંમત રૂ.૯,૦૦૦/- તથા મોટરસાયકલની કિંમત રૂ.ર૦,૦૦૦/- મળી કુલ રૂ.ર૯,૦૦૦/- સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા છ ઝડપાયા : એક ફરાર

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. એસ.કે.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-૬-ર૦રરના સરીતા પાર્ક, દિલીપભાઈ અમદાવાદ વાળાના રહેણાક ભાડુઆત વલીમામદ ના મકાનમાં આરોપી અલીમામદ ઉર્ફે રાજુમામદભાઈ રાવકરડા, અશ્વિનભાઈ ગોરધનભાઈ વીરપરીયા, અફઝલભાઈ અજીતભાઈ ખેરાણી, બસીરભાઈ બાઉદીનભાઈ સાટી, ઈશાક ઈસ્‍માઈલ શેખ, ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૭,ર૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩, કિંમત રૂ.૧૦,પ૦૦/- મળી કુલ રૂ.૩૭,૭૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વાલીમામદ સુલેમાનભાઈ સંઘી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તને બહુ હવા છે તેમ કહી માર માર્યો અને ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જયદીપભાઈ ગોપાલભાઈ કાપડી, ઉ.વ.ર૪, રે. બેડી બંદર રીંગ રોડ, તીરૂપતી પાર્ક, સ્‍વામીનારાયણ-ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૬-ર૦રરના ફરીયાદી જયદીપભાઈ  ઘરની બહાર હોય ત્‍યારે આરોપી પ્રદિપસિંહ જાડેજા એ ફરીયાદી જયદીપભાઈને ફોનમાં પહેલા કહેલ હોય કે તને બહુ હવા છે તેમ કહી પાછળથી ફરીયાદી જયદીપભાઈ કાનો માલધારી હોટલ ખોડીયાર કોલોની ચા પીતા હોય ત્‍યાં આવી ફરીયાદી જયદીપભાઈને  ગાળો બોલી અને ફરીયાદી જયદીપભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપી પ્રદિપસિંહ જાડેજા એ ફરીયાદી જયદીપભાઈને લાકડાનો ધોકો જમણા પગમા સાથળના ભાગે મારી તથા આરોપી ભગીરથસિંહ એ પ્‍લાસ્‍ટીકના  પાઈપનો એક ઘા ડાબા હાથના ભાગે મારી તથા આરોપી કુલદીપસિંહ જાડેજા એ એકપાળના ભાગે પ્‍લાસ્‍ટીકનો પાઈપ મારી તથા આરોપી પ્રદિપસિંહ જાડેજાનો કાકાનો દિકરાએ મોઢાના ભાગે મુંઢ માર મારી ઈજા કરી બધા આરોપીઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી અને જતા જતા પોલીસ ફરીયાદ કરીશ તો અમે તમને જોઈ લેશુ નુ કહી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:37 pm IST)