Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વંડા પાસે અકસ્‍માત સર્જી ચાલક ફરાર : રેઢી મૂકી ગયેલ કારમાંથી ૮૨ હજારનો દારૂ મળ્‍યો

અમરેલી,તા. ૧૮ : વંડા પોલીસ સ્‍ટેશનના વંડા ટાઉન જેસર હાઇવે રોડ ઉપર અસ્‍કમાત કરનાર ફોર વ્‍હીલ ચાલકની સફેદ કલરની સ્‍વીફટ કાર નં. જીજે-૧૪-ઇ-૭૮૪૩માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડ કંપની રીંગપેક કુલ બોટર નંગ-૧૯૨ કિં. રૂા. ૮૨,૫૦૦ તથા સ્‍વીફટ કાર રજી. નંફ જીજે-૧૪-ઇ-૭૮૪૩ કિં રૂા. ૨,૫૦,૦૦૦ મળી કુલ કિં. રૂા. ૩,૩૨,૫૦૦ના મુદ્દામાલ પકડી પાડી અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલક સામે પ્રોહીધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની કંપની રીંગપેક બોટલો જેમાં (૧) મેકડોવેલ્‍સ નં. ૧ સુપીરીયર વ્‍હિીસ્‍કી ઓરીજનક ફોર સેલ ઇન હરિયાણા ઓન્‍લી લખેલ કાચની ૭૫૦ મી.લી. કુલ બોટલો નંગ-૧૦૮ કિ. રૂા. ૪૦,૫૦૦ તથા (૨) ઓલ સીઝનસ ગોલ્‍ડન કલેકશન રીઝર્વ વ્‍હિસ્‍કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્‍લી લખેલ કાચની ૭૫૦ મીલીની જે કુલ બોટલો નંગ ૮૪ કિ. રૂા. ૪૨,૦૦૦ મળી કુલ રૂા. ૮૨,૫૦૦ તથા સ્‍વીફટ કાર રજી નં. જીજે-૧૪-ઇ-૭૮૪૩ કિં. રૂા. ૨,૫૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૩,૩૨,૫૦૦ ના મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

(1:28 pm IST)