Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મુંબઇથી ચોટીલા આવી બાળકને જન્‍મ આપી ત્‍યજી દેનાર માતા સહિતના સામે કાર્યવાહી

યુવતિની માતાએ યુ-ટયુબ પરથી ડીલેવરી કરાવ્‍યાની આશંકા

ચોટીલા તા. ૧૮ : ચોટીલામાં ગઇ ગુરૂવારનાં ત્‍યજી દેવાયેલ હાલતમાં બાળક અને તરછોડનાર માતા પણ ઝડપાયા બાદ કુવારી માતા સહિતના સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાયેલ છે.ᅠ

પ્રાપ્ત માહિતી મુજબ જન્‍મ આપનાર માતાની ઉમર આશરે ૨૨ વર્ષની છે જે મુંબઇના બોરીવલી વિસ્‍તારની રહીશ છે યુવતી તેની માતા સાથે બુધવારના દિવસે પહેલા ચોટીલા યાત્રિક તરીકે હાઇવે ઉપરની ચામુંડા ધર્મશાળામાં ઉતરેલ અને તા. ૧૬ નાં સાંજ પહેલા ધર્મશાળાની રૂમમાં જ ડીલેવરી કર્યા બાદ બાળકને સિફતતા પૂર્વક ત્‍યજી દિધુ હતું પરંતું લોકો અને પોલીસ ની જાગૃકતાથી તરછોડનાર જન્‍મદાતા અને તેની માતા સકંજામાં આવી જતા હાલ રાજકોટ સારવાર હેઠળ છે.

ચોટીલા પોલીસે આ બનાવમાં જન્‍મ આપી ત્‍યજી દેનાર માતા તેમજ આ કાર્યમાં મદદગારી કરનાર યુવતિની માતા તેમજ તેના પિતા સહિતના તપાસમાં ખુલે તે તમામ સામે ધોરણસર ગુનો દાખલ કરેલ છે તેમજ બાળક કોનું અને હવે પછી બાળકનું ભવિષ્‍ય શું? સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવનાર છેᅠ

જે રીતે સંપૂર્ણ ઘટના બનેલ છે તે જોતા કોઇ હોસ્‍પિટલ કે ડોક્‍ટર વગર ધર્મશાળાની રૂમમાં તેની માતાએ યુ ટ્‍યુબના વિડીયો જોઇને ડીલેવરી કર્યાનું અનુમાન સેવાય રહેલ છે.

(12:33 pm IST)