Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કોટડાસાંગાણીના પાંચ તલાવડા ગામે જમીનના વિવાદમાં મહિલા સહિત ત્રણને માર માર્યો

હકા કુકડીયા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૭ : કોટડાસાંગાણીના પાંચતલાવડા ગામે જમીનના વિવાદમાં મહિલા સહિત ત્રણને ચાર શખ્‍સોએ માર મારતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ પાંચતલાવડા ગામે રહેતા હરીભાઇ બચુભાઇ ભંડેરી (ઉ.વ.૫૬) એ તે જ ગામના હકા ભીમા કુકડીયા, દિલા ભીમાભાઇ કુકડીયા, જગદીશ હકાભાઇ કુકડીયા તથા હકાભાઇના બનેવી વલ્લભભાઇ રહે. દેવળીયા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓએ જમીન વિવાદ બાબતનો પાર રાખી ફરીયાદી, ફરીયાદીના ભાઇ પ્રાગજીભાઇ તથા કૈલાશબેનને લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઇજા કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે કોટડાસાંગાણી પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ એ.એસ.આઇ. એસ.એ.વાઘેલા ચલાવી રહ્યા છે

(1:54 pm IST)