Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઉનાની સુપ્રિયા ભટ્ટીએ NMMS, પરીક્ષા જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે પાસ કરી

ઉના,તા.૧૮ : જુની કન્‍યા શાળામાં ધો.૮માં અભ્‍યાસ કરતી સુપ્રિયા શિવદતભાઇ ભટ્ટીએ ૨૦૨૨માં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ એન.એમ.એમ.એસ. ની પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતા ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ રેન્‍કથી પાસ થતા સમગ્ર જીલ્લા તથા સમગ્ર ભટ્ટી સમાજનું ગૌરવ વધારેલ છે.

સુપ્રિયા સામાન્‍ય પરિવાર માંથી છે. પિતા દરજી કામ કરે છે તેણી જુની સરકારી શાળામાં અભ્‍યાસ કરે છે. નાનપણથી હોશિયાર છે. તેણી ધો.૨માં અભ્‍યાસ કરતી હતી ત્‍યારે ગણિત, અંગ્રેજી, ચિત્રમાં નિપુણતા મળી હતી. ૮ આંકડાના સરવાળા, ગુણાકાર, ભાંગાકારના ગણતરીના સમયમાં જ જવાબ આપે છે.

હવે સરકાર તરફથી દર મહિને રૂ.૧૦૦૦ એમ ૪ વરસ સુધી ૪૮ હજાર શિષ્‍યવૃતિ મળશે. આ સુપ્રિયાને ગુજરાત રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  તેને સન્‍માન પત્ર આપી સન્‍માન કરેલ હતું. ૨૦૨૨માં ખેલમહાકુંભમાં ચેસમાં તાલુકા કક્ષાએ  બીજો નંબર, કલા મહાકુંભમાં ચિત્ર સ્‍પર્ધામાં જીલ્લામાં બીજા ક્રમે વિજેતા બની હતી. આ સિધ્‍ધી મેળવવામાં શાળાનાં પ્રિન્‍સીપાલ ચનાભાઇ રાઠોડ તથા શિક્ષકો અને પિતા શિવદતભાઇ  ભટ્ટીનો સિંહ ફાળો છે.

(12:12 pm IST)