Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બગસરા મામલતદાર કચેરીમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

(સમીર વિરાણી  દ્વારા) બગસરા, તા. ૧૮ : તાલુકા કિસાન સંઘ દ્વારા મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલને સંબોધન પત્ર પાઠવી મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવ્‍યું હતું.

વર્તમાન સમયમાં  કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બંન્નેના વિજદરમાં તફાવત  હોવાથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુક્‍શાન જાય છે. જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા માટે જિલ્લા કિસાન સંઘના પુર્વ પ્રમુખ મનસુખભાઇ કયાડા,  તાલુકા કિસાન સંઘ પ્રમુખ દલસુખભાઈ સાવલીયા, મનસુખભાઇ રફાળીયા, ધીરૂભાઇ ગઢીયા સહિત આગેવાનોએ આવેદન ૫ત્ર પાઠવ્‍યું હતું.

(12:04 pm IST)