Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઉના સ્‍વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિશ્વ યોગ દિને યોગ શિબિરઃ ૩ હજાર વિદ્યાર્થીઓ જોડાશે

ઉના તા.૧૮: સ્‍વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિશ્વ યોગ દિને યોગ શિબિરનું આયોજન કરેલ છે. આ યોગ શિબિરમાં મામતદાર ટી.ડી.ઓ સહિત પદાધીકારીઓ તથા ૩ હજાર વિદ્યાર્થીઓ જોડાશે. સ્‍વામિનારાયણ ગુરુકુળ ્‌દ્વારા તા.૨૧ જૂનના આંતરરાષ્‍ટ્રીય યોગના દિવસે તાલુકા મામતદાર તથા ટી.ડી.ઓ વિગેરે પદાધિકારીશ્રી અને યોગપ્રેમી નાગરીકો તેમજ સંસ્‍થાના પૂ.માધવદાસજી સ્‍વામીજી શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, વાલીશ્રીઓ અને ૩૦૦૦ હજાર વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં યોગ શિબિર યોજાશે.

આ યોગ શિબિર પહેલા આ ત્રિદિવસીય યોગ તાલીમ શરૂ થઇ છે અને યોગ શિક્ષક ચનિયારા સર દ્વારા યોગ તાલીમ આપે છે. સાથે સરકારશ્રીના આદેશ મુજબ યોગ શિબિરના પ્રારંભે ‘ગીતા-દર્શન' શ્‍લોકગાન કરવામાં આવશે. સંસ્‍થાના વડા પૂ.સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય તાલીમ અને ત્‍યાર બાદ મુખ્‍ય શિબિર ૨૧મી જૂને યોજાશે. યોગ શિબિરને તાલીમ મળે અને વધુ લોકો ભાગ લે તે માટે શાળાનાં આચાર્યશ્રી, કોલેજના નિયામક-આચાર્ય, પ્રોફેસરો શિક્ષકમિત્રો અંગત રસ લઇ યોગ તાલીમ આપી રહ્યા છે.

(1:57 pm IST)