Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગુજરાત એનર્જી એમ્‍પલોઇઝ ટેકનીકલ એસોસીએશનની બેઠક યોજાઇ : જસદણના દિનેશ પરમારની ઉપપ્રમુખ તરીકે નિમણુક

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૧૮:ગુજરાત એનર્જી એમ્‍પ્‍લોઇઝ ટેકનીકલ એસોસિયેશન (ગીતા) દ્વારા અસલાલી ખાતેᅠ યોજાયેલા બેઠકમાં બહોળા પ્રમાણમાં ટેકનીકલ કર્મચારીઓ હોદેદારો અને સભ્‍યો મહાનુભાવો મુખ્‍ય મહેમાન શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ અસલાલી ધારાસભ્‍ય તથા ભગવાનજીભાઇ કરગટીયા પ્રમુખ અધ્‍યક્ષ સ્‍થાને નવી કારોબારીની રચના કરી હતી જેમાં પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખ શ્રી તથા સેક્રેટરી જનરલ તથા ખજાનચી તથા જોઇન્‍ટ સેક્રેટરી જનરલ સહિતને લોકશાહી ઢબે પુર્ણ બહુમતી થી નવસર્જન ગુજરાત એનર્જી એમ્‍પ્‍લોઇઝ ટેકનીકલ એસોસિયેશન ગીતા એકતા સંગઠન મજબુત થાય અને પોલીસી લેવલ પ્રશ્ન મુદ્દે એજન્‍ડા નક્કી કરવામાં આવ્‍યા હતા. જેમાં બહોળા પ્રમાણમાં ટેકનીકલ કર્મચારીઓ જીયુવીએનએલ, જેટકો, પીજીવિસીએલ, યુજીવિસીએલ,એમજીવિસીએલ, ડીજીવિસીએલનાં તમામ ટેકનીકલ કર્મચારીઓ અસલાલી ખાતે કંકુબા સંસ્‍કાર કેન્‍દ્ર ખાતે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યકમમાં મહેમાનોનું આગમન અને સ્‍વાગત ફટાકડા ફોડી અને ફુલ વર્ષાથી કરવામાં આવ્‍યું તેમજ દીપ પ્રાગટય કરી મુખ્‍ય મહેમાન શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ ધારાસભ્‍ય અને શ્રી ભગવાનજીભાઇ કરગટીયા પ્રમુખ શ્રી ગીતા યુનિયન ફુલ ગુચ્‍છા સ્‍વાગત કરી સાફો પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ટેકનીકલ કર્મચારીઓના કોરોના મહામારીમાં અવશાન થયા અને અકસ્‍માત અવશાન થયા કુદરતી અવશાન થયા જેથી મંચ પર બીરાજમાન મહાનુભાવો ઉપસ્‍થિત અને ટેકનીકલ કર્મચારી સામુહિક રીતે શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી તથા ટેકનીકલ કર્મચારીઓના સેફટી સલામતી માટે શપથવિધિ કરવામાં આવી હતી. મહંત દ્વારા આશીર્વાદ આપી કાર્યકમ રૂપરેખા વર્ણવી અને પ્રવચન તેમજ નવી કારોબારી સમિતી રચના અને હોદેદારો વર્ણી કરવામાં આવી હતી. બપોરે સામુહિક ભોજન કરવામાં આવેલ અને બપોર બાદ નવા નિમણૂંક કરવામાં આવેલ હોદેદારો ને ફુલ ગુચ્‍છા સ્‍વાગત કરવામાં આવ્‍યું અને ઠરાવ અને પોલીસી લેવલ પ્રશ્ન મુદ્દે સામુહિક રીતે પુર્ણ બહુમતી સાથે બહાલી આપવામાં આવી હતી. તેમ દિનેશભાઈ પરમાર ઉપપ્રમુખ, હરેશભાઈ ચૌહાણ, જોઇન્‍ટ સેક્રેટરી જનરલ, રસિકભાઈ સેક્રેટરી જનરલની યાદી જણાવે છે.

(11:32 am IST)