Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગઢડાના માલપરાનો ફરાર આરોપી એક વર્ષે ઝડપાયો

અમરેલી,તા. ૧૮ : ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોક કુમારે રેન્‍જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલી અધિક્ષક હિમકરસિંહે અમરેલી જિલ્લામાં ગુનાઓની આચરી નાસતા ફરતાં આરોપીઓન તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કગથરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ડુંગર રહે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૨૨૧૧૫૨/૨૦૨૧, પ્રોહી એક્‍ટ કલમ ૬૫(એ) (એ), ૧૧૬ (બી), ૮૧,૯૮ (૨) મુજબનો પ્રોહીબીશનનો ગુનો કરી નાસી જનાર આરોપીને અમરેલી નાગનાથ ચોક બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી પાડી ભાવેશભાઇ ખોડાભાઇ મકવાણા (ઉવ.૩૭) રહે. માલપરા નવાપરા વિસ્‍તાર, તા.ગઢડા જિ.બોટાદન. ડુંગર પોલીસ હવાલે કરેલ છે.

(11:27 am IST)