Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

શૂન્ય વેતન સાથે હું દેશસેવા માટે તૈયાર

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનું અનોખું સમર્થન: કચ્છમાં રહેતા ભાવનગરના યુવાને લોહીથી લખ્યો પત્ર

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૧૮ :  અગ્નિપથ યોજના સામે દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે કચ્છ યુનિવર્સિટીના એક છાત્રએ રક્ત સાથે પત્ર લખી અગ્નિપથ નું સમર્થન કર્યું છે. મૂળ ભાવનગરના ટીમાણા ગામના વતની અને હાલ કચ્છના લખપત તા.ના દયાપર ગામે રહેતા તેમ જ ભુજ મધ્યે કચ્છ યુનિવર્સિટીના એમએસડબલ્યુ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહેલા દીપક ડાંગરે અનોખી રીતે સમર્થન કર્યું છે. પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર લખતાં જણાવ્યું છે કે, પોતે અગ્નિપથ ની સેવા દરમ્યાન એક પણ પૈસો વેતન લીધા વગર દેશસેવા માટે કામ કરવા તૈયાર છે. દેશની સંપતિ ને વિરોધ ના નામે નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિને દુઃખદ ગણાવતા દીપક ડાંગરે જણાવ્યું હતું કે, સૈન્ય માં ભરતી થનાર યુવાનોએ રાષ્ટ્રનું રક્ષણ કરવાનું હોય છે, રાષ્ટ્રની સંપતિને નુકસાન નહીં. એનસીસી કેડેટ રહી ચૂકેલા આ યુવાને અગ્નિપથ ને ટેકો આપ્યો છે.

ટીમાણા ગામના અનેક યુવાનો લશ્કર માં સેવા બજાવે છે.

(10:41 am IST)