Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ટંકારામાં લજાઇ ઘરતીધન હોટલ પાસે કારના ચાલકેબાઈકને અડફેટે લેતા પ્રૌઢનું કમકમાટી ભર્યું મોત

અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી : સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું

મોરબી : ટંકારામાં લજાઇ ઘરતીધન હોટલ પાસે કારના ચાલકે બાઈકને અડફેટે લેતા પ્રૌઢનું કમકમાટી ભર્યું મોત થયાનું સામે આવ્યું છે. જેને પગલે ટંકારા પોલીસ સ્ટેશનમાં મૃતક પ્રૌઢના પુત્રએ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
 
જ્યાં ફરિયાદી રવીભાઇ રસીકભાઇ વિઠલાપરાએ જણાવ્યું હતું કે, તેમના પિતા રજી. નંબર જી.જે.૦૩-એચ.પી.-૪૮૭૭ વાળા બાઈક પર લજાઇ ઘરતીધન હોટલ પાસે રોડ ઉપર રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી સેન્ટ્રો કાર રજી. નંબર જી.જે.-૦૩-સી.આર.-૩૭૬૪ વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્ય ની ઝીદગી જોખમાય તે રીતે ચલાવીને ફરિયાદી રવીભાઇના બાપુજીને ઠોકરે લેતા તેમને વાહન અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમ્યાન મોત તેમનું મોત નીપજ્યું હતું.ટંકારા પોલીસે ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:55 am IST)