Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મોરબીમાં જૂની આરટીઓ નજીકના પુલ ઉપર અર્ટિગા કાર સળગી : ટ્રાફિક જામ

સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાંશકારો

 મોરબી જૂની આરટીઓ કચેરી નજીકના પુલ ઉપર આજે સાંજના સમયે અર્ટિગા કાર અચાનક સળગી ઉઠી હતી. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.

મોરબી બાયપાસ પાસે જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ઉપરના પુલ પર આજે સાંજના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી અર્ટિગા કાર અચાનક સળગી ઉઠી હતી. આ કાર જોતજોતામા બળીને ખાખ થઈ ગઈ હતી. કાર રોડની વચ્ચે જ સળગી ઉઠી હોય રોડ ઉપર ટ્રાફિક જાણ પણ સર્જાયો હતો. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

(12:18 am IST)