Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

કેશોદમાં આપ દ્વારા પરિવર્તન યાત્રા યોજાઈ

આપ નેતા ઈશુદાન ગઢવી પ્રવિણ રામ સહીતના આપ નેતાઓને બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી પરિવર્તન યાત્રાનો પ્રારંભ

 કેશોદ: આમ આદમી પાર્ટી દ્વારા ગામના ચોરે આપની ચર્ચા નામનો પ્રોગ્રામ યોજાયો હતો. જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યાર બાદ છેલ્લાં ત્રણ દિવસથી વિવિધ જગ્યાએથી પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુછે. જે પરિવર્તન યાત્રા કેશોદમાં યોજાઈ હતી. કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિરેથી આપ નેતા ઈશુદાન ગઢવી પ્રવિણ રામ સહીતના આપ નેતાઓને બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો જ્યાંથી શહેરના શરદ ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. બાદમાં ચાર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી બાઈક રેલી સ્વરૂપે પરિવર્તન યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી ભાજપના સાશનમાં ગુજરાતમાં ખેડુતો પીડાઈ રહયાછે પોષણક્ષમ ભાવ નથી મળતા બેરોજગારોને નોકરી નથી મળતી વેપારીઓ ગરીબો કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યુંછે આવા તમામ મુદ્દાઓને લઈને પરિવર્તન યાત્રા યોજાઈ રહીછે. ત્યારે આગામી દિવસોમાં આપના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં અરવિંદ કેજરીવાલ  સંબોધન સાથે પરિવર્તનની હાકલ કરશે એક વ્યક્તિ સો વ્યક્તિને જોડે એવા સંકલ્પ સાથે આગામી કાર્યક્રમ યોજવામાં આવશે તેવું આપ નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતુ.

(1:10 am IST)