Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વેકેશન પડતાં સોમનાથ મહાદેવનાં દર્શન કરવા લોકો ઉમટી પડ્યા: ગરમીથી ઠંડક મેળવવા સોમનાથના દરિયા કીનારે લોકોનો ધસારો

દરીયા કિનારાની ઠંડક સાથે લોકો ઊટ સવારી ધોડા સવારીનો આનંદ માણે છે

પ્રભાસ પાટણ: તાજેતરમાં વેકેશન પડતાં લોકો પરીવાર સાથે ફરવા નિકળી પડીયા છે અને વિશ્ર્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા લોકોનો ધીમે ધીમે ધસારો વધતો જાય છે અને સોમનાથ મંદિરના દર્શન કરી અને મોટા ભાગના લોકો સોમનાથના દરિયા કીનારે ચોપાટીમાં ઠંડક મેળવવા જાય છે 

 અત્યારે ચારે બાજુ કાળઝાળ ગરમી છે પરંતુ સોમનાથના દરિયા કીનારે લોકો એસી જેવી ઠંડી નો અનુભવ થાય છે અને પરીવાર સાથે દરીયાની ઠંડકના અનુભવની સાથે દરીયામા સ્નાન કરે છે જે લોકો સોમનાથ દર્શનને આવે તે સોમનાથના દરીયામા અચૂક પગ બોળે છે દરીયાના આનંદની સાથે ઊટ સવારી ધોડા સવારીનો આનંદ માણે છે

 

(6:44 pm IST)