Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વિસાવદરના દુધાળા (ગીર) ગામે મકરાણી સમાજના તૃતિય સમુહ લગ્ન સમારોહ ઉત્‍સાહભેર સંપન્ન

મૌલા અલી ટ્રસ્‍ટ તથા સમસ્‍ત મુસ્‍લિમ સમાજ-દુધાળાનું ત્રીજી વખત સુંદર આયોજન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદર તાલુકાનાં દુધાળા(ગીર) ગામે મૌલા અલી ટ્રસ્‍ટ તથા સમસ્‍ત મુસ્‍લિમ સમાજ-દુધાળા આયોજીત તળતિય  સમુહ લગ્ન સમારોહ ઉત્‍સાહપૂર્વક સંપન્ન થયો હતો.

ગુજરાત રાજ્‍ય મહેસુલ કર્મચારી યુનિયનના પૂર્વ પ્રમુખ-પૂર્વ મામલતદાર શ્રી જહાંગીરભાઇ બ્‍લોચની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાયેલ તળતિય સમુહ લગ્ન સમારોહમાં ૧૧ દુલ્‍હા-દુલ્‍હન નિકાહની પવિત્ર રસમ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતા.

સમારોહમાં ઉપસ્‍થિત વકતાઓએ નાનકડા દુધાળા(ગીર) ગામનાં મૌલા અલી ટ્રસ્‍ટનાં તરવરિયા નવયુવાનોને સતત ત્રીજી વખત સમુહ શાદીનુ આયોજન કરવા બદલ સરાહના કરી અભિનંદન પાઠવ્‍યા હતા.

મકરાણી સમાજના તળતિય સમુહ લગ્ન સમારોહમાં હિંદુ-મુસ્‍લિમ એકતાનાં અનેરા દર્શન થયા હતા.ગામ-પરગામનાં વિવિધ ક્ષેત્રનાં સમાજ શ્રેષ્ઠીઓ-દુધાળા ગામ સમસ્‍તનો સ્‍વયંભૂ સહયોગ સાંપડ્‍યો હતો.

આ પ્રસંગે મકરાણી સમાજના વરિષ્ઠ અગ્રણી શ્રી જહાંગીરભાઇ બ્‍લોચ,મુસ્‍લિમ એકતા મંચના ઇમ્‍તિયાઝભાઇ પઠાણ,તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ વિરેન્‍દ્રભાઇસાવલિયા,જિલ્લા ભાજપના મંત્રી નરેન્‍દ્રભાઇ કોટીલા,પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી-માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયા,ઉદ્યોગપતિ બિપીનભાઇ રામાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઇ સરધારા,વિસાવદર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્‍યામભાઇ સાવલિયા,તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઇ રિબડીયા, શિક્ષણવિદ્‌ રમણીકભાઇ ગોહેલ,ભાજપ અગ્રણી કેતુલભાઇ કાનાબાર,ગઢવી સમાજના પ્રમુખ લાખાભાઇ રામભાઇ ભાસડીયા,દુધાળા કોળી સમાજનાં પ્રમુખ વિઠ્ઠલભાઇ રામજીભાઇ ડાભી, ઉપ પ્રમુખ  જીવરાજભાઈ

બાબુભાઈઆંત્રોલીયા,પોપટભાઈ ખોડાભાઈ  કોટડીયા.હરીભાઈ સોમાભાઈ સોલંકી,પૂ.મહંત શ્‍યામસુંદર બાપુ (પંચવટી આશ્રમ),ખોડીયાર મંદિર મહંત પૂ. ધીરજગીરીબાપુ,સૈયદ સાદાત હઝરાત

નસરૂદ્દીન બાવા (વિસાવદર),મહંમદબાપુ ધાવાગીર,કમાલ બાપુ(ચિત્રાવડ),મૌલાના બીનહાજુલ કાદરી(દુધાળા),રાતીધારના મકરાણી સમાજના ઉત્‍સાહી યુવા અગ્રણી ઈમ્‍તિયાઝભાઇ બ્‍લોચ,વકીલભાઈ બ્‍લોચ(મંડોરણા),ઈકબાલભાઇ જાનમામદ મકરાણી(અમદાવાદ),હનીફભાઇ જાંગીરભાઈ બ્‍લોચ (માજી સરપંચ-વાલાદર),યાકુબભાઇ બ્‍લોચ, સલીમભાઇ બ્‍લોચ,બીલુભાઇ બ્‍લોચ(જુનાગઢ), યારમામદભાઇ નુરમામદભાઈ. બ્‍લોચ(જેતપુર), હનીફભાઇ બ્‍લોચ (પાણીકોઠા), મુસાબાપુ બ્‍લોચ(જૂનાગઢ), હકીમભાઇ, ફારૂકભાઇ, અલીભાઇ (ફોરેસ્‍ટ), હારૂનભાઇ (દાદર), અહમદભાઇ (દુધાળા) સહિતના નામી-અનામી આગેવાનો-કાર્યકર્તાઓ-ગ્રામજનો-જ્ઞાતિજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

જૂનાગઢ જિલ્લા સમસ્‍ત મકરાણી સમાજના પૂર્વ પ્રમુખ આરીફભાઇ બ્‍લોચ અનિવાર્ય સંજોગોવશાત ઉપસ્‍થિત ન રહી શકતા તેમના સુપુત્ર ઉવેશભાઇ બ્‍લોચ ખાસ ઉપસ્‍થિત રહેતા તેમનુ ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ.

દુધાળા(ગીર)નાં ઉપસરપંચ તથા આયોજક યારમહંમદભાઇ બ્‍લોચે પોતાની સગી ભત્રીજીનાં લગ્ન પણ સમુહ લગ્ન સમારોહમાં કરી સમાજને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂ પાડયુ છે.

દરમિયાન માજી સરપંચ રહીમ દાદભાઇ વલીમહંમદભાઇ બ્‍લોચે એક માતા-પિતા વિહોણી દિકરીને સંપૂર્ણ કરિયાવરની તમામ ચીજવસ્‍તુઓ પોતાના સ્‍વખર્ચે લઇ આપી અર્પણ કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું .

તળતિય સમુહ લગ્ન સમારોહને સફળ બનાવવા મૌલા અલી ટ્રસ્‍ટ-દુધાળા ગીરનાં પ્રમુખ યારમમદભાઇ નુરમહમદભાઇ બ્‍લોચ, ઉપપ્રમુખ ગુલમહમદભાઇ દાદમહંમદભાઇ આલાજય,માજી સરપંચ રહીમદાદભાઇ વલીમહમદભાઇ બ્‍લોચ, રફીકભાઇ દિનમહંમદભાઇ  બ્‍લોચ, દીલદારભાઇ દાદમહંમદભાઇ કલમતી,ભિખુભાઇ છોટુભાઇ બ્‍લોચ,ગજીભાઇ ફારૂકભાઇ બ્‍લોચ, હુસેનભાઇ આમનભાઇ સમા વિગેરેએ અથાગ જહેમત ઉઠાવી હતી.

(1:40 pm IST)