Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મોરબીના નવા જાંબુડીયા ગામે W

મધ્‍યાહન ભોજનના વાસણો તથા રમતગમતના સાધનો ચોરી ગયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : જાંબુડીયા પ્રાથમિક શાળાના મધ્‍યાન ભોજનના રૂમમાં તસ્‍કરોએ ત્રાટકી વાસણો અને રમતગમતના સાધનો ચોરી કરી ગયા હતા.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે આવેલ નવા જાંબુડિયા પ્રાથમિક શાળાના મધ્‍યાન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમાં રાખેલ સમાન જેમાં સ્‍ટીલની થાળીઓ નંગ ૨૬૫ આશરે કીમત રૂ.૫૩૦૦, કુકર નંગ-૧ કીમત રૂ.૫૦૦, તપેલું નંગ-૧ કીમત રૂ.૧૦૦, ભાતીયા નંગ-૫ કીમત રૂ,૧૦૦, ડોયો મોટો નંગ-૧ કીમત રૂ.૩૦, નાના ડોયા તથા ચમચી નંગ-૧૦ કીમત રૂ.૧૩૦, ટીનની ડોલ નંગ-૧ કીમત રૂ.૨૦, ઇન્‍ડિયન ગેસનો બાટલો નંગ-૧ કીમત રૂ,૧૦૦૦ તથા રમતગમતના સાધનો જેમાં લાકડાનું કેરમ નંગ-૧ કીમત રૂ.૨૦૦, લોખંડના બેડમિન્‍ટન પોલ નંગ-૨ કીમત રૂ.૨૦૦૦, લોખંડનો વોલીબોલ પોલ નંગ-૧ કીમત રૂ.૧૦૦૦, બેટ નંગ-૧ કીમત રૂ.૨૦૦, સ્‍ટમ્‍પ નંગ-૩ કીમત રૂ.૧૦૦ અને વોલીબોલ નંગ-૧ ૧૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૦,૮૩૦ નો સમાન કોઈ અજાણ્‍યા ઇસમો ગત તા.૭ ના રોજ ચોરી કરી લઇ ગયા હોવાની શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી એ ફરિયાદ નોંધાવી છે.

(1:35 pm IST)