Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જેતપુરમાં હરિ ૐ વૃધ્‍ધાશ્રમના આંગણે ભાગવત સપ્‍તાહ સમુહલગ્ન, મૂર્તિ પ્રતિષ્‍ઠાના ત્રિવિધ કાર્યક્રમો

સમુહલગ્નમાં ૯ યુગલો પ્રભુતામાં પગલા માંડશે ડાયરો બ્રહ્મચોર્યાસી તેમજ ૭ દિવસ રકતદાન કેમ્‍પ યોજાશે

(કેતન ઓઝા દ્વારા) જેતુપર તા.૧૮ : શહેરના ધારેશ્વર વિસ્‍તારમાં આવેલ વૃધ્‍ધાશ્રમ એટલે વડીલોનો ખરા અર્થમાં  આશરો આ આશરાને મેુર્ત્રીમંત કરનાર જોષીબાપા કે જેઓએ પોતાના જીવનને વડીલોની સેવામાં સમર્પિત કરી દીધું છે. એટલુ જ નહી પરંતુ તેનો પરિવાર પણ આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપે છ.ે

જોષીબાપાએ જણાવેલ કે ઘણા વર્ષો પહેલા અંતરીયાળ રસ્‍તામાં પોતે ભુખનો અનુભવ કર્યો હતો તેના પરથી પ્રેરણા લઇ કોઇ પોતાના આંગણેથી ભુખ્‍યો ન જાય અને સ્‍વમાનથી રહી શકે માટે વૃધ્‍ધાશ્રમનું બીજ રોપ્‍યું જેમાં પોતાની જમીનનું યોગદાન આપી અન્‍યદાતાઓના સહકારથી આ વૃધ્‍ધાશ્રમ આજે વટવૃક્ષ બની ગયું છે અહી આશરો લેનાર વડીલોને પોતાના પરિવાર સાથે રહેતા હોય તેવો અનુભવ કરે છ.ે અહી કોઇ ચોકકસ ધર્મ નહી પરંતુ સર્વધર્મનો માની માનવંતાનો ધર્મ પાળવામાં આવે છ.ે

શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતી શ્રી પ.પૂ. સંતશ્રી મુકતાનંદબાપુની પ્રેરણાથી આ હરી ૐ વૃધ્‍ધાશ્રમમાં માનવસેવાની સાથે અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. જેવા કે રકતદાન કેમ્‍પ નેત્રયજ્ઞ કેમ્‍પ. તીર્થધામોની યાત્રા આ પાવનભુમી ઉપર તા.રર/પ થી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પ્રાંત્રીય સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્‍સ્‍વ તેમજ મુર્તિપ્રતિષ્‍ઠના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છ.ે

જોષીબાપાએ જણાવેલ કે સર્વપીતૃમોક્ષાર્થે તેમજ સર્વે આત્‍મકલ્‍યાણ અર્થે તા.રર/પથી ર૯/પ દરમ્‍યાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના વ્‍યાસાસને પુ. રમેશભાઇ ઓઝાના કૃપાપાત્ર કથાકાર રમેશભાઇ મહેતા (અમેરીકા) બિરાજી રસપાન સવારે ૯ થી ૧ર તેમજ સાંજે ૩ થી ૬ કલાક દરમ્‍યાન કરાવશે જેમાં પાવનકારી પ્રસંગે તા.ર૩ સાંજે પ-૩૦ કલાકે કપીલ જન્‍મોત્‍સવ તા.ર૪ સાંજે ૪ કલાકે નૃરસિંહ પ્રાગટય તા.રપના સાંજે પ કલાકે વામન જન્‍મોત્‍સવ તા.ર૬ ગુરૂવારે બપોરે ૧૧-૩૦ કલાકે શ્રીરામજન્‍મોત્‍સવ સાંજે પ કલાકે શ્રીકૃષ્‍ણજન્‍મોત્‍સવ તા.ર૮ ના સાંજે પ કલાકે રૂક્ષમણી વિવાહ ધામધુમથી ઉજવવામાં આવશે.

કથાના પ્રારંભ પ્રસંગે સર્વજ્ઞાતી સમુહલગ્નોત્‍સવનું આયોજન બપોરે ર કલાકથી કરવામાં આવેલ છે. જેમાં ૯ યુગલો પ્રભુતામાં પગલા માંડશે જેમને સુખી દાંપત્‍ય જીવન માટે આર્શિવાદ પાઠવવા સંતો મહંતો પધારશે તા.ર૩ના રોજ વૃધ્‍ધાશ્રમ ખાતે બનેલ મંદિરમાં ભગવાનની પુજાઓની પ્રતિષ્‍ઠા કરાશે રાત્રે ૯ કલાકે હાસ્‍યકલાકાર મનસુખભાઇ વસોયાના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. બપોરે ૧ર કલાકે યોજાયેલ બ્રહ્મચોર્યીમાં બ્રહ્મદેવતાઓ પ્રસાદી લેશે.

તા.રપના રાત્રે સંતવાણી તેમજ તા.ર૮ને શનીવારે રાત્ર ેલોકડાયરામં સુપ્રસિધ્‍ધ કલાકર બ્રીરાજ ગઢવી તેની કલા પીરસશે આ પ્રસ઼ગે શ્રી હરીૐ વૃધ્‍ધાશ્રમના પરીચય વીષે ડો. ભીમજી ખાચરીયા દ્વારા લીખીત પુસ્‍તકનું વીમોચન કરવામાં આવશે આ ત્રિવિધ પ્રસ઼ગે પુ.શ્રીનીલકંઠ અરણદાસજી સ્‍વામી, (ગાદી સ્‍થાન જેતપુર) જી.જેન્‍તીરામબાપા (ભેડાપીપળીયા) પુ. રામદાસબાપુ, (રણુજા મંદિર) પૂ. ચૈતન્‍યબાપુ (નાગમંડલા) આઇશ્રી રૂપલમાં (રામપરાગીર) શ્રી રઘુરામ બાપા (જલારામ મંદિર વિરપુર) મહંત શ્રી રામદયાલદાસબાપુ (જીથુડી હનુમાન) શ્રી ભકિતરામબાપુ (માનવમંદિર પૂ. શેરનાથબાપુ) (જુનાગઢ) પુ.શ્રી ઇન્‍દ્રભારથીબાપુ (જુનાગઢ) શ્રી જગુરામબાપા, શ્રીરામ બાલકદાસબાપુ, શ્રી હંસદાબાપુ, શ્રી આત્‍મારામજી સ્‍વામી, શ્રી સુબોધાનંદબાપુ, શ્રી સદાનંદબાપુ, શ્રી સુખદેવબાપુ, શ્રી જેન્‍તીરામબાપા, શ્રી રતીદાદા, શ્રી વિશ્વ બીહારી સ્‍વામી, શ્રી નિર્મળાદાસજી સ્‍વામી, શાંતુદીદી, (બ્રહ્માકુમારી) શ્રીરામગોપાલદાસબાપુ, શ્રી કરશનદાસબાપુ, શ્રી કમળા આઇ. શ્રી રેવાનંદબાપુ, શ્રી રઘુરામબાપા, શ્રી ભોજાભગત, શ્રી દામજીભગત પધારી આર્શીવચન પાઠવશે.

કાર્યક્રમને સફળ બનાવવા નિલેશભાઇ જોષી સહીતની ટીમ તેમજ નજીકના ગ્રામ્‍યવિસ્‍તારોના સ્‍વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છ.ે

(1:30 pm IST)