Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જામનગરના ફલ્લામાં રાઘવજીભાઇ પટેલના હસ્‍તે કોમ્‍યુનીટી હોલનું ખાતમુહુર્ત

(મુકેશ વારીયા દ્વારા) ફલ્લા, તા.૧૮: જામનગર તાલુકાના ફલ્લા ગામે આવેલ ક્ષત્રિય કોમ્‍યુનીટી હોલનું ખાતમુર્હુત કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું.

આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્‍ય કમલેશ ધમસાણીયા સરપંચ લલીતાબેન ધમસાણીયા, જેન્‍તિભાઇ ધમસાણીયા, પ્રવિણભાઇ ધમસાણીયા, ભવાનસિંહ શોઢા, અરવિંદસિંહ શોઢા, શીવુભા શોઢા, બળવતસિંહ શોઢા, સુખદેવસિંહ શોઢા, ધનુભાઇ શોઢા, સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. શરૂઆતમાં કૃષિમંત્રીનું વાજતે - ગાજતે સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું.

(1:27 pm IST)