Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પોરબંદરના રમેશભાઇ વિઠ્ઠલાણી પરિવારનો અનોખો ખાદીપ્રેમ

ખાદીના રૃમાલ ઉપર યજ્ઞો પવિતની આમંત્રણ પત્રિકાનું વોશેબલ પ્રિન્ટ કે જે એકવાર વોશ કરતા પ્રિન્ટ નીકળી જાય અને રૃમાલનો ઉપયોગ કરી શકાય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : ખાદી ગ્રામઉદ્યોગ ભવન વ્યવસ્થાપક કે જેમનું જીવન ખાદી સાથે છેલ્લા પ૦ વર્ષો થયા સંકળાયેલા છે એવા રમેશભાઇ વિઠ્ઠલાણીના પૌત્રની યજ્ઞોપવિત સંસ્કાર અવસરે તેમની આમંત્રણ પત્રિકા ખાદીના રૃમાલમાં વોશેબલ પ્રિન્ટમાં બનાવીને પોતાનો ખાદી પ્રત્યેનો લગાવ અને સમાજમાં એક અનેરૃ ઉમદા ઉદાહરણ પુરૃ પાડેલ છે

આ યજ્ઞોપવિત આમંત્રણ પત્રિકા પ્રિન્ટ કરેલ  રૃમાલને વોશ કરતા તેમની પ્રિન્ટ નીકળી જાય છે. ત્યારબાદ તે રૃમાલ ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે. આ રીતે ખાદીનો વ્યાપ વધુ લોકો સુધી પહોંચે અને ખાદી સાથે જોડાયેલા કારીગરોની રોજીરોટીમાં પણ વૃધ્ધિ થાય અને પર્યાવરણની જાળવણી થાય એવું ઉમદા ઉદાહરણ પુરૃ પાડેલ છે.

(1:24 pm IST)