Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જાફરાબાદમાં દસ્‍તાવેજ કરી આપવાનું કહીને ૭ લાખની છેતરપીંડી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૧૮:જાફરાબાદના વઢેરા ગામે નવી બજાર જાફરાબાદ રહેતા શંકરભાઇ ભીખાજીભાઇ બારેૈયા ઉ.વ.૫૯ એ નાગરભાઇ દાનાભાઇ વાધેલા, નાનજી ભાયાભાઇ બારેૈયા પાસેથી જમીન ખરીદ કરેલ હોય.નાગરભાઇનાભાઇ પાલાભાઇ દાનાભાઇ વાઘેલા મરણ ગયેલ હોય જેથી જણાવેલ કે ટાઇટલ કિલયર થયેલ દસ્‍તાવેજ કરી આપશુ તેવુ જણાવી વિશ્‍વાસમાં લઇ તા.૨૭/૩/૨૦૧૮ ના શંકરભાઇની જાણ બહાર સામાવાળા આરોપીઓએ શૈલાબેન બાબુભાઇ ઓઝાને જમીનનો દસ્‍તાવેજ કરી આપેલ જેથી બાનાપેટે આપેલ રૂા.૭ લાખ માંગતા પેૈસા આપવા ના પાડી છેતરપીંડી કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

ધમકી

ધારી તાલુકાના જળજીવડી ગામે રહેતા બે કુટુંબીઓ વચ્‍ચે કુહાડી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્‍યો હતો સુરેશભાઇ ગુણવંતભાઇ રામાણી ઉ.વ.૪૧ તેના પરીવાર સાથે જળજીવડી ગેડીયાવાળી જમીન તરીકે ઓળખાતી વાડીએ જેસીબી દ્વારા જમીનનું લેવલ કરતા હોય જે વાતનું મનદુઃખ રાખી પ્રવીણ ધીરૂભાઇ, ધીરૂ રામભાઇ રામાણી વાડીએ આવી ગાળો બોલી કુહાડી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્‍યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.જયારે સામાપક્ષે પ્રવીણભાઇ ઉર્ફે મુન્‍નો ધીરૂભાઇ રામાણી ઉ.વ.૩૫ ને જમીનના શેઢે ખોડેલ પીઢીયાને કાઢવાની ના પાડતા મનદુઃખ રાખી સુરેશ ગુણાભાઇ, ગુણા રામભાઇ રામાણીએ ગાળો બોલી કુહાડીની મુંઢરાતી વડે માર મારી ધમકી આપ્‍યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

પોલીસ વડા હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાભરમાં દારૂ અને જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા આપેલ સુચના મુજબ બાબરા કરીયાણા રોડ ઉપર જાહેરમાં ઘોડી પાસાનો હારજીતનો જુગાર રમતા સુરેશ કાનાભાઇ રાઠોડ, જયેશ ભગવાનભાઇ મકવાણા, આરીફ રહીમભાઇ કુરેશી સહિત છ શખ્‍સોને રોકડ રૂા.૫૬૪૦ બે મોબાઇલ રૂા.૧૪૦૦૦ મળી કુલ રૂા.૧૯૬૪૦ નામુદામાલ સાથે મહિલા પીએસઆઇ વીસી બોરીચાએ ઝડપી પાડયા હતા.જયારે રાજુલા બસ સ્‍ટેશન નજીક રમણીક વેલજીભાઇ ચીભડીયા, શ્‍યામ ભગવાનભાઇ ગુજરીયા સહિત ત્રણ શખ્‍સોને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂા.૧૦૭૦ ના મુદામાલ સાથે લોકરક્ષક ઘનશ્‍યામભાઇ મહેતાએ ઝડપી પાડયા હતા.

આપઘાત

લીલીયા તાલુકાના સાજણટીંબા ગામે પરણાવેલી અને હાલ સાવરકુંડલાના પીયાવાના માઘાભાઇ ડાયાભાઇ દેગડાની દિકરી દક્ષાના લગ્ન પોણા ચાર મહિના પહેલા આકાશ ખીમજીભાઇ ચોૈહાણ સાથે થયેલ લગ્ન બાદ જમાઇ આકાશ માતા વિમળાબેન, નણંદ પ્રફુલાબેન દ્વારા અવાર નવાર ત્રાસ આપી માર મારેલ અને જમાઇ આકાશ દક્ષાને પીયર પીયાવા મુકી ગયેલ અને ત્‍યારબાદ તેડવા ન આવી દક્ષાના સસરા ખીમજીભાઇએ જણાવેલ કે આકાશ તથા દક્ષાના છુટાછેડા કરવાની વાત કરી આકાશ દક્ષા સાથે રહેવા માંગતો ન હોય જેથી મરી જવા મજબુર કરતા દિકરી દક્ષાએ ગળાફાંસો ખાઇ મૃત્‍યુ પામતા પતી સહિત સાસરીયાઓ સામે મરી જવા મજબુર કર્યાની વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ

જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી વાહનચાલકો સહિત ૮૬ શરાબીઓને પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી

(1:22 pm IST)