Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

મોરબીમાં ટ્રક ચોરીના ગુન્‍હામાં ૪ વર્ષથી વોન્‍ટેડ અજય યાદવ પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબી બી ડીવીઝન પોલીસ મથકના ટ્રક ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્‍તા ફરતા આરોપીને બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના ટ્રક ચોરીના ગુન્‍હામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્‍તો ફરતો આરોપી અજય ઓમપ્રકાશ યાદવ (ઉ.૩૨) રહે-સ્‍વામિનારાયણ પાર્ક નવા નરોડા અમદાવાદ વાળાને અમદાવાદ ખાતેથી મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરી બી-ડીવીઝનના હેડ કોન્‍સ. ભરતભાઈ આપાભાઈ, બ્રિજેશભાઈ બોરીચા, કીર્તિસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઈ રાંકજા, ચંદ્રસિંહ પઢીયાર, રમેશભાઈ મિયાત્રા સહિતની ટીમે કરેલ છે.

(1:17 pm IST)