Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આટકોટની કે.ડી. પરવાડીયા હોસ્‍પિટલમાં દાનની સરવાણી

જસદણ : તા.૧૮ જસદણના પૂર્વ ધારાસભ્‍ય ડો.ભરતભાઇ બોધરાના મેનેજિંગ ટ્રસ્‍ટી પદે નિર્માણ થયેલી તથા પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ સંચાલિત કે ડી પરવાડીયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું તા. ૨૮ ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકાપર્ણ થશે. હોસ્‍પિટલમાં લોકસેવક રૂડાભાઇ ભગત અને ભત્રીજા ભુપતભાઇ પટેલ બંને મળીને અડધા કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. ઉપરાંત હરેશભાઇ પરવાડીયા, પરેશભાઇ ગજેરા, ઉદ્યોગપતિ વિજયભાઇ રાઠોડે પણ દાન કર્યુ હતું.

(12:24 pm IST)