Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ધ્રાંગધ્રા આંગડીયા પેઢી સાથે છેતરપીંડી કરનાર ટોળકીની અટક

 વઢવાણ : સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીહરેશ દુધાત સુરેન્‍દ્રનગર જીલ્લામાંથતી ચોરીઓ તથા આંગડીયા પેઢી સાથે વિશ્વાસધાત કરતા ચોર મુદામાલ શોધી ગુન્‍હાઓ ડીટેકટ કરવા અંગે સુચના  આપેલ જે  આધારે નાયબપોલીસઅધિક્ષક  જે.ડી.પુરોહીત, ધ્રાંગધ્રાની સુચના મુજબ તથા ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.  એસ.બી.સોલંકીના માર્ગદર્શન મુજબ ધ્રાંગધ્રાં સીટી પો.સ્‍ટે.ગુ.ર.નં. ૧૨૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૧૪ મુજબ નો ગુન્‍હો ગઈ તા.૧૩/૦૫/૨૦૨૨ ના રોજ રજી. થયેલ. આ કામ ના ફરીયાદી ના આંગડીયા પેઢીમાં વિશ્વાસમા લઇ ગુન્‍હાહીત વિશ્વાસઘાત કરી રૂપીયા ૧૫૦૦૦૦૦/- ની   ઠગાઇ કરી નાસી જઇ ગુન્‍હો કરેલ આ કામના આરોપીઓઓ પાસેથી રોકડ રૂ.૧૨,૦૦,૦૦૦/ - તથા એક ઇકો ગાડી તથા એક સીફટ ગાડી કબજે કરી આરોપીઓને  અટક કરેલ છે. મજકુર આરોપીઓ (૧) રણજીતસિહ બળવંતસિહ વાધેલા   દરબાર ઉ.વ.૪૪ રહે યોગીનગર સામાકાઠે મોરબી (૨) ભરતભાઇ નારાયણભાઇ કણઝરીયા જાતે દલવાડી ઉવ.૪૨ રહે વાવડી ચોકડી બાયપાસ ભગવતી હોલ પાછળ મોરબી (૩) અબ્‍દુલભાઇ ઉર્ફે અબુભાઇ ઇબ્રાહીમભાઇ જુવારીયા  ઉવ.૪૨ રહે રવાપર રોડ રામદેવપીર વાળી શેરી મોરબી નાઓને દીન-૧ ના પોલીસ કસ્‍ટડી ના રીમાન્‍ડ મેળવી  કાર્યવાહી ચાલુ છે.

(11:54 am IST)