Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગોંડલમાં જૂગાર રમતા ૩ પકડાયા

રાજકોટ તા. ૧૮ :.. ગોંડલમાં ગુંદાળા દરવાજા પાસે જાહેરમાં જૂગાર રમતા ૩ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતાં.

ગોંડલ ગુંદાળા દરવાજા પાસે શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પો. કો. વિશાલભાઇ સોલંકી સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતા હાજમ રહીમભાઇ બેલીમ, શાહનવાજ સિકંદર પટણી તથા હુસેન ઉર્ફે ભોલીયો દિલાવરભાઇ મકરાણીને રોકડા રૂા. પ૯૮૦ તથા ગંજીપતા  સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:28 pm IST)