Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આટકોટમાં પેટ્રોલ પંપના કર્મચારી પર હૂમલો

પંપ પર બીડી મનાઇ છે અને ગાડી લાઇનમાં રાખવાનું કહેતા

આટકોટ, તા. ૧૮ : આટકોટ, તા. ૧૮ :  ઘનશ્‍યામ પેટ્રોલ પંપ માં નોકરી કરતા સમીર પરમાર ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ચિરાગ કાનજીભાઈ મારૂં એક અજાણ્‍યા શખ્‍સે સીએનજી પંપ ગેસ ભરાવા આવ્‍યા હોય હોન્‍ડા સીવીક ઞ્‍થ્‍૧૮ખ્‍ઘ્‍૬૬૬૬ ની કાર લાઈનમાં રાખવાનું કહેતા અને કાર  ચાલક બીડી પીતો હોય મેં તેને સીએનજી પમ્‍પ હોય સિગરેટ  ઠારવા નું કહેતા ઉશ્‍કેરાયે જઈ અપશબ્‍દો બોલી  તું મને ઓળખતો નથી હું એક પ્રેસિડન્‍ટ નો દીકરો છું આથી મને સિગારેટ ઠારવા અને કાર લાઈનમાં રાખવાનું કેમ કહેવાય તેમ કહી હુમલો કર્યો હતો એક ઝાપટ માથાના ભાગે મારતા  જ્‍યારે તેની સાથે  મનીષ ચનાભાઈ ગોહિલ  માણસ આગળ બેઠેલા તો તે પણ નીચે ઉતરી ઢીકાપાટુ મારવા લાગેલ માથાના ભાગે ઝાપટ મારતા જેના હાથમાં ચાંદીની જેવી ધાતુઓની લકી માથાના ભાગે લાગતા લોહી નીકળવા લાગે તાત્‍કાલિક અમે પોલીસને જાણ કરી ગાડી કબજે કરી હતી તેમજ શેઠ આનંદભાઈ તેમજ મેનેજર અમુલ ભાઈ ને જાણ કરી  જસદણ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી  આટકોટ પોલીસે આ બંને યુવકોને પકડી  લેતા પીધેલ હાલતમાં હોવાનું જાણવા મળ્‍યું હતું  બંને આરોપી ને  કાયદાનું પોલીસે ભાન કરાવ્‍યું હતું વધારે તપાસ ગોપાલભાઈ ઘાઘલ ચલાવી રહ્યા છે.

(4:33 pm IST)