Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજગોર વિદ્યાર્થી ભુવન દ્વારા પૂ.મુકતાનંદ બાપુના પ્રાગટય દિન નિમિતે મહા રકતદાન કેમ્‍પ

 જૂનાગઢ : રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન રાજકોટ ખાતે પૂ. સંતશ્રી મુકતાનંદજી બાપુના ૬૪માં પ્રાગટય દિન નિમિતે મહા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ. તેમાં રાજગોર બ્રાહ્મણ સમાજના આશરે ૧૦૦ યુવા ભાઇ અને બહેનો રકતદાન કેમ્‍પમાં સહભાગી બની અને પૂ.બાપુના આશીર્વાદ લઇ ધન્‍યતા અનુભવી હતી આ કેમ્‍પને સફળ બનાવવા માટે હેલ્‍થ ગ્રુપ, યુથ કલબ, યુવા સોશ્‍યલ ગ્રુપ, બાબરીયા ગ્રુપ અને રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ભૂપતભાઇ મહેતા રાજકોટની યાદી જણાવે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

 

(10:41 am IST)