Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબીમાં જુદીજુદી હોસ્પિટલો-સીસીસીમાં ઑક્સીજન વાળા ૧૧૦ બેડ કાર્યરત કરવા સિરામિક એસો.ની ટીમ એક્ટિવ

મોરબી શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે અને ખાસ કરીને કોરોનાના દર્દીઓને ઓક્સિજનની માંગ વધી રહી છે ત્યારે ઓક્સિજન વાળા બેડ હોસ્પિટલની અંદર અને કોરોનાગ્રસ્ત દર્દીઓને ઑક્સીજન સમયસર મળી રહે તેના માટે મોરબી સિરામિક એસોશિયેશનની ટીમ હાલમાં પ્રયત્નો કરી અને લગભગ આગામી ચારથી પાંચ દિવસની અંદર મોરબીની જુદી જુદી જગ્યાઓ ઉપર કુલ મળીને ૧૨૦ જેટલા ઑક્સીજન વાળા બેડ વધારવામાં આવે તેના માટેના પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે

કોરોનાનો કહેર મોરબી પંથકની અંદર દિવસેને દિવસે વધી રહ્યો છે અને લાખ પ્રયત્નો કરવા છતાં પણ કોરોનાના કેસ ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યા છે અને માત્ર કોરાનાના કેસ વધી રહ્યા છે પરંતુ કોરોનાના દર્દીઓમાંથી ઘણા દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે જેથી કરીને હાલમાં કોરોના મોરબી માટે માત્ર ચિંતાજનક વિષય પરંતુ પડકાર બની ગયો છે ત્યારે મોરબી સિરામિક એસોશિયેશન દ્વારા મોરબીની અંદર કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત વધુ પડતી હોય ઑક્સીજન વાળા જુદી જુદી જગ્યાએ બેડ વધે તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર ઓક્સિજનના બાટલાની માંગ વધી રહી છે કારણ કે કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત વધી છે ત્યારે ગાંધીધામમાંથી નવા ઓક્સિજનના ૫૦૦ બાટલા મેળવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને તે બાટલા બેથી ચાર દિવસની અંદર મોરબી સિરામીક એસોસીએશન મળી જશે તેની સાથે સાથે જુદી જુદી હોસ્પિટલો તેમજ કોરોના કેર સેન્ટર (સીસીસી) ખાતે ઓક્સિજન વાળા બેડની વ્યવસ્થા વધે તેના માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે
આગામી ચારથી પાંચ દિવસની અંદર આયુષ હોસ્પિટલની અંદર ૧૦, શુભ હોસ્પિટલમાં ૧૦, સદભાવના હોસ્પિટલની ૨૦, પટેલ કન્યા છાત્રાલય ખાતે ૫૦ અને જોધપર પાટીદાર કોરોના કેર સેન્ટર ખાતે ૨૦  એમ કુલ મળીને લગભગ ૧૧૦ જેટલા ઑક્સીજન વાળા બેડની સુવિધા વધે તેના માટે મોરબી સિરામિક એસોશિયેશનની ટીમ હાલમાં પ્રયત્નો કરી કરી રહી છે અને આ ઉપરાંત શહેરના શનાળા રોડ ઉપર આવેલ એપલ હોસ્પિટલ ખાતે ઑક્સીજન અને આઇસીયું વાળા ૨૫ બેડ કાર્યરત કરવા માટેની પણ કવાયત કરવામાં આવી રહી છે

(6:31 pm IST)