Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબીના બાપા સીતારામ ચોક નજીક ઇકો કારે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

(પ્રવિણ વ્યાસ દ્રારા )મોરબી :મોરબીમાં રોંગ સાઈડમાં આવતી ઈકોના ચાલકે મોટર સાઈકલને હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી  છે

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ પાટીદાર નગર ભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ગોકુળભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો રમેશ પોતાનું મોટર સાઈકલ જીજે ૨૧ એસ ૮૨૦૮ બાપા સીતારામ ચોક ગીતાપાન વાળી શેરીમાં રોડની સાઈડમાં ઉભું રાખીને ઉભો હોય દરમિયાન આરોપી ઇકો કાર જીજે ૦૩ એચકે ૦૬૬૦ વાળી પુર ઝડપે રોંગ સાઈડમાં ચલાવી આવીને રમેશભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડી તેને પેટના ભાગે ગંભીર ઈજા પહોચાડી પોતાની ઇકો કાર મૂકી નાસી ગયેલ હોય અને બાદમાં રમેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તાપસ ચલાવી છે

(6:28 pm IST)