Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

’જનતા જાગે તો કોરોના ભાગે'': માહિતીપ્રદ હોર્ડિંગ્સ અને બોર્ડ્સ દ્વારા ભુજના કુનરીયા જુથ ગ્રામપંચાયત દ્વારા થઇ કોરોના જાગૃતિ અંગેની અનોખી પહેલ

ભુજ : Covid-19 પરીસ્થિતીમા જનજાગૃતિ કારગર ઉપાય છે. ભુજ તાલુકાની કુનરીયા જુથ ગ્રામ પંચાયતે આવા જાગૃતી ના તમામ માધ્યમો નો ઉપયોગ કરી લોકો ને સલામત રહેવા અપીલ કરી છે.

કુનરીયાના સરપંચ સુરેશભાઈ છાંગા અને તલાટી નારણભાઇ આહિરે ગ્રામજનો સાથે ચર્ચા કરીને એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ટીકા મહોત્સવથી કોરોનાને માત આપવી તેમજ ગ્રામજનોને સાવચેત અને જાગૃત રાખવા ગામના જાહેર સ્થળોએ જન જાગૃતિના બોર્ડ-લગાવીને; મોટા હોર્ડિંગ્સ લગાવીને લોકોમાં કૉરોના  વિષયક જનજાગૃતિ ફેલાવવાનું સ્તુત્ય પગલું ભર્યું છે.
જાહેર જનતાજોગ સંદેશ, covid-19 હેઠળ ગ્રામજનોને નોવેલ કોરોના વાયરસ બાબતે તમામ વિગતો જણાવીને આ રોગના લક્ષણો દેખાય તો આરોગ્ય શાખા કે  મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવા સહિતની વિગતો આ હોર્ડિંગમાં દર્શાવવામાં આવી છે.
જનતા જાગે તો કોરોના ભાગે આ વાત અહીંના લોકોમાં કોરોના ભગાવવા માટેની તૈયારી જોઈને કહી શકાય છે.

(5:16 pm IST)