Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વંથલીના પ પોલીસ કર્મચારીઓ સામે FIR નોંધવા કોર્ટનો હુકમ

ગત સપ્ટેમ્બરમાં માસ્ક ન પહેરતા યુવકને માર્યો હતો : યુવકને જીપની પાછળ હાથ પકડી ઊભો રાખે છે, પાછળથી લાકડી વડે મારતા હોય એવો વીડિયો વાયરલ થયો હતો

રાજકોટ, તા. ૧૮ : જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં સ્થાનિક કોર્ટે બુધવારે પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. પાંચ પોલીસકર્મીઓ પર પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં માસ્ક પહેરવા પર એક યુવકને જાહેરમાં ઢોર માર મારવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેમાં પોલીસકર્મીઓ આદિલ ચૌહાણ નામના યુવકને પોલીસ જીપની પાછળ હાથ પકડીને ઊભો રાખે છે અને પાછળથી લાકડી વડે માર મારી રહ્યા હોય છે.

બુધવારે એડિશનલ ચીફ જસ્ટીસ મેજિસ્ટ્રેટ ભદ્રેશ ગાંધીએ નોંધ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, યુવકને જાહેરમાં ફટકારવામાં આવી રહ્યો છે અને તે પણ પોલીસ સ્ટેશનની બહાર, તેને આરોપી પોલીસકર્મીઓ દ્વારા ડ્યૂટીની કાર્યવાહી ગણાવી શકાય.

કોર્ટે વધુમાં નોંધ્યું કે, જેવી રીતે યુવકના હાથને પકડીને જીપ પાછળ રાખીને પોલીસ સ્ટેશનની બહાર માર મારવામાં આવ્યો તેને કોઈપણ સંજોગોમાં યોગ્ય કહી શકાય. આદિલના વકીલ ઝેડ.એમ સંખલાએ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, આરોપી પોલીસકર્મીઓએ આમ કરીને પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કર્યો છે અને તેમણે ફરિયાદી સાથે જે પણ કર્યું છે તે તેમની કાનૂની ફરજનો ભાગ કહી શકાય.

કોર્ટે સીઆરપીસીના સેક્શન ૨૦૪ હેઠળ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર બી.કે ચાવડા અને અન્ય ચાર ભરત સિસોદિયા, જગદીશ વિરમભાઈ, સોમતત સિસોદિયા અને જનક સિસોદિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. તમામ વિરુદ્ધ આઈપીસી સેક્શન ૩૨૩, ૩૨૪, ૫૦૬() અને ગુજરાત પોલીસ એક્ટના અન્ય સેક્શન હેઠળ કેસ નોંધાયો છે. કોર્ટે યુવકનો વીડિયો જોયા બાદ પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટેનો આદેશ પાસ કર્યો હતો.

આદિલના કાકા મોહમ્મદ હનિફ ચૌહાણ દ્વારા ઘટનાના સંદર્ભમાં કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમણે ઘટના સંદર્ભે જૂનાગઢ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસમાં પણ પોલીસકર્મીઓ વિરુદ્ધ એક્શન લેવા માટે રજૂઆત કરી હતી, પરતું અહીંથી કોઈ પગલા લેવાતા તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. મોહમ્મદ હનિફે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦એ આદિલ જ્યારે પોતાના બીમાર પિતાને બાઈક પર પાછા લાવી રહ્યો હતો ત્યારે પોલીસે તેને માસ્ક પહેરવાના કારણે અટકાવ્યો હતો. જ્યારે પોલીસે તેને ૧૦૦૦ રૂપિયા દંડ ભરવા માટે કહ્યું ત્યારે તેણે પોતાની પાસે આટલા રૂપિયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેનું નામ પૂછ્યું અને કારની પાછળ હાથ પકડીને ઊભો રાખ્યો અને પીઠ તથા પગ પર લાડકી મારી હતી. બાદ આદિલને વંથલી પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યો, ત્યાં ફરીથી તેને ઢોર માર મારવામાં આવ્યો. ઘટનાનો વીડિયો અહીંથી પસાર થઈ રહેલા લોકોએ બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો.

(9:41 pm IST)