Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ખાણખનીજ-સસ્તા અનાજના લાયસન્સ અપાવવાની લાલચ આપીને જેતપુરમાં ર૧.૩૧ લાખની છેતરપીંડી

ઉમરાળીમાં રહેતા ચેતન ટીંબડીયા સહિત ૩ સામે ફરિયાદ

(કેતન ઓઝા દ્વારા)  જેતપુર તા. ૧૮ : ઉમરાળી ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ચેતનભાઇ ટીંબડીયા સહિત ત્રણ લોકોને જુદા-જુદા લાયસન્સ અપાવી દેવાનું કહી મામલતદાર ઓફીસમાં પહેલા કામ કરતા શખ્સે રૃ. ર૧.૩૧ લાખ લઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના ઉમરાળી ગામે રહેતા અને સસ્તાઅનાજની દુકાન ધરાવતા ચેતનભાઇ કરસનભાઇ ટીંબડીયાએ શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા જણાવેલ કે શહેરની મામલતદાર ઓફીસમાં પહેલા કામ કરતા બકુલ કેશુભાઇ પરમાર નામના શખ્સે ચેતનભાઇ તેમજ અન્ય બે લોકો કમલેશભાઇ નરશીભાઇ અને મનુભાઇ બાઘાભાઇને વિશ્વાસમાં લઇ તેઓને સસ્તા અનાજના ઘઉં, ચોખા, દાળ, તેમજ ખાણખનીજનું લાયસન્સ લેવડાવી દેવાનુ કહી જુદા-જુદા સમયે કુલ મળી રૃ. ૩,ર૮,૩૧૯૪૦ લઇ લીધેલ બાદમાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડેલ.

શહેર પોલીસે બકુલ પરમાર વિરૃધ્ધ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેર પોલીસમાં ચોરી અને છેતરપીંડીના બન્ને ગુન્હાઓ ર૧ લાખના નોંધાતા અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:54 pm IST)