Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જામનગર એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશનના હોદ્દેદારો

બે વર્ષ માટે વ્યોમેશભાઇ લાલ તથા ટીમની પુનઃ વરણી

જામનગર : એફએમસીજીલ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશનની સભા મળેલ હતી. જેમાં ર૦રર ના નવા ર વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે વ્યોમેશભાઇ લાલ તેમજ તેની ટીમની સર્વે હાજર રહેલ સભ્યોના સમર્થન થી ફરીવાર નિમણુક કરવામાં આવેલ. જેમાં ઉપપ્રમુખ : કપિલ નાખવા, મંત્રી : રેનીશ પટેલ, સહમંત્રી : હેમલ ખજુરીયા, ખજાનચી : દિપક ઓઝા, તેમજ અન્ય કારોબારી સભ્યો તરીકે નિલેશ રાયઠઠ્ઠા, મેહુલ રાયઠઠ્ઠા, ચંદ્રેશ સદારંગાણી, કીર્તિ દવે, રવિ ચાવડા, વિજય નાંજર, પરેશ મહેતાની નિમણુંક કરેલ હતી. આ સભામાં રાજકોટ એસોસિએશનના હોદ્દેદારો એવા જીતુભાઇ અદાણી (ચેરમેન-આરસીપીડીએ), કિરણભાઇ બાટવીયા (પ્રમુખ-આરસીપીડીએ), જયેશભાઇ તન્ના (ઉપપ્રમુખ-આરસીપીડીએ), નલીનભાઇ શાહ (મંત્રી-આરસીપીડીએ) હાજર રહીને સંગઠન મજબૂત કરવાની વાત કરેલ હતી.

(12:55 pm IST)