Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

માહી ડેરીની પહેલઃ બરડા પંથકના ગામડાઓમાં પ્રથમ વખત પેક પાશ્વુરાઇઝડ દુધ ઉપલબ્‍ધ

રાજકોટ તા. ૧૮ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ વિસ્‍તારના દુધ ઉત્‍પાદકોની પોતાની કંપની માહી મિલ્‍ક પ્રોડયુસર કંપનીના સ્‍વચ્‍છ દુધ અંગે લોકોને જાગૃત કરી અને તેના થકી સ્‍વાસ્‍થ્‍યપ્રદ દુધ અપનાવતા કરવાના અવિરત પ્રયાસોને સફળતા મળી છે. કંપની દ્વારા પાશ્વુરાઇઝડ દુધ વિશે લોકોને જાગૃત કરવા ચલાવવામાં આવતા આ અભિયાન અંતર્ગત પોરબંદરના બરડા પંથકના કેટલાક ગામો કે જયા આજ દિન સુધી પ્રોસેસ કર્યા વિનાનુ છુટક દુધ જ લોકો ઉપયોગમાં લઇ રહ્યા હતા ત્‍થા હવે લોકો સ્‍વાસ્‍થ્‍યપ્રદ પાશ્વુરાઇઝડ માહી દુધ પ૦૦ મીલી અને ૧ લિટરના પેકિંગમાં અપનાવતા થયા છ.ે

પોરબંદરના બરડા પંથકના ફટાણા, અડવાણા, મોઢવાડા, ખાંભોદર, ભોમિયાવદર, સીમર, સણખલા વગેરે ગામોના લોકોમાં દૈનિક ધોરણે પ્રોસેસ કર્યા વગરના છુટક દુધ ઉપયોગ વધુ હતો. લોકોમાં જાગૃતીનો અભાવ હોવાથી છુટક અને કોઇપણ ચકાસણી કર્યા વિનાના દુધના ઉપયોગને લીધે શરીરને ફાયદો કરતા નુકસાન થવાની શકયતા વધુ રહેતી હતી માહી મિલ્‍ક પ્રોડયુસર કંપની દ્વારા આ પંથકમાં સ્‍વચ્‍છ, સ્‍વાસ્‍થ્‍યપ્રદ દુધ અંગે જાગૃતી અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું અને લોકોને પાશ્વુરાઝડ દુધ પીવાથી થતા ફાયદાઓ, છુટક, કોઇપણ જાતના ચકાસણી કર્યા વિનાના દુધથી થતા નુકસાન અંગે જાણકારી આપવામાં આવી હતી. ત્‍યારબાદ ગામડાઓની જરૂરીયાતને ધ્‍યાને રાખીને કંપની દ્વારા આ વિસ્‍તારના લોકો માટે માહી દુધ તથા છાસ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. તેના કારણે આ ગ્રામ્‍ય પંથકોમાં નવી રોજગારીનું સર્જન તો થયું જે છે પરંતુ તેની સાથે સાથે આ ગ્રામીણ વિસ્‍તારના લોકોના સ્‍વાસ્‍થ્‍યમાં પણ સુધારો થઇ શકશે. કંપની દ્વાા પેકિંગમાં પાશ્વુરાઇઝડ દુધ ઉપલબ્‍ધ કરાવાતા પ્રથમ દિવસે જ ૪૦૦ લિટરથી પણ વુધ દુધ લોકો દ્વારા ખરીદ કરવામાં આવ્‍યું હતું તેમ માહી મિલ્‍ક પ્રોડયુસર કંપનીના ચીફ એકિઝકયુટિવ યોગેશ પટેલે જણાવ્‍યું હતું.

(1:09 pm IST)