Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજકોટના પરોઠા હાઉસના માલીકને સળગાવનાર

પત્‍નિ અને પ્રેમીના પિતાને જેલ હવાલે કરતી ભાણવડ પોલીસ

ભાણવડ તા. ૧૮ :.. તાલુકાના વિજયપુરમાં પત્‍નિને તેડવા આવેલા રાજકોટના પરોઠા હાઉસના માલીકને નિંદ્રાધીન હાલતમાં જ જીવતો સળગાવી નાખનાર પત્‍નિ તથા તેના પ્રેમીના પિતાની ભાણવડ પોલીસે ધરપકડ કરી લઇ જેલ હવાલે કરેલ છે.

 

રાજકોટ ખાતે જય દ્વારકાધીશ નામથી પરોઠા હાઉસ ચલાવતા આઘેડ પ્રવિણભાઇ વાળાએ નિઃસહાય અને તરછોડી દેવામાં આવેલી સંજના નામની મહિલાને પોતાના પરોઠા હાઉસમાં કામ આપ્‍યું એટલુ જ નહિ સમય જતાં તેમની સાથે લગ્ન કરાર કરી સંસાર પણ માંડયો હતો પરંતુ તકસાધુ અને લગ્ને લગ્ને કુવારી એવી સંજના એ થોડા સમયમાં જ પોતાનો અસલી રંગ બતાવતા ભાણવડ  તાલુકાના વિજયપુરમાં મજુરી કામ કરતા સંજય મોહનભાઇ સાથે આંખ મળી જતાં રાજકોટથી વિજયપુર તેના પ્રેમી સાથે લગ્ન કરવાના ઇરાદાથી ભાગીઆવી હતી જેને પાછી લઇ જવા આવેલા પતિનું કાસળ કાઢી નાખવાનું મન બનાવી પ્રેમી સંજયના પિતા મોહન સાથે મળી ઝૂંપડામાં સુતેલા પ્રવિણભાઇ પર જલદ પ્રવાહી છાંટી સળગાવી નાખેલ જે સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામતા તેમની દિકરી ધર્મીષ્‍ઠાની ફરીયાદના આધારે ભાણવડ પોલીસે બન્નેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્નેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

 

(1:11 pm IST)