Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જામનગરમાં ર૦ મકાનોમાંથી ૪૭ મોબાઇલ ફોનની ચોરી કરનાર ર શખ્‍સો ઝડપાયા

 જામનગર, તા. , ૧૮:  મેઘપર પો. સ્‍ટે. વિસ્‍તારમાં અલગ અલગ ર૦ રહેણાંક મકાનમાંથી ૪૭ મોબાઇલ ફોનની ચોરી કરનાર બે ઇસમો રૂ. ૧,૦૦,પ૦૦/-ના મુદ્દામાલ સાથે જામનગર એલ.સી.બી. પોલીસે પકડી પાડેલ છે.

ફરીયાદીશ્રી ખીમસિંહ કિશનસિંહ ખરવડ રહે. જોગવડ તા. લાલપુર અન્‍ય બે સાહેદાો મકાનમાં આજથી ૧પ દિવસ પહેલા બે મોબાઇલ કિ. રૂ. ર૦૦૦૦ની ચોરીનો બનાવ બનેલ હતો તેમજ ફરીયાદી મધુસુદન ગોપાલપનીકેર સુદન રહે. જોગવડ વાાળ રહેણાક મકાન છ માસ પહેલામાં બે મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૬૦૦૦/- ની ચોરીનો બનાવ બનેલ હતો.

ફરીયાદી મેઘપરના કંચવા ગેસ્‍ટ હાઉસમાં આશરે ત્રણેક માસ પહેલા રોકડ તથા મોબાઇલ ફોનની ચોરીનો બનાવ બનવા પામેલ હતો. જે ચોરીનો બનાવ વણશોધાયેલ હતો.

જામનગરના પોલીસ અધીક્ષક શ્રી પ્રદીપ સેજુળ નાઓની સુચના તથા એલસીબીના આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલસીબીના સ્‍ટાફના માણસો જાનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં વણશોધાયલ મિલ્‍કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન એલસીબી સ્‍ટાફના મીતેશભાઇ  પટેલ તથા બશીરભાઇ મલેક તથા સુરેશભાઇ ડાંગરને બાતમીદારથી હકીકત મળેલ કે (૧) અસગર હારૂન કકલ વાધેર રહે. સચાણા કકલફળી તા.જી. જામનગર (રા સુલેમાન ઇકબાલ ભડાલા  રહે. બાપુની દરગાહ પાસે ગાંધીનગર રેલ્‍વે સ્‍ટેશન પાળ વશીલા ચોક જામનગર વાળા મેઘપર પો.સ્‍ટે. વિસ્‍તારમાં ચોરીના મોબાઇલ ફોન વેચવા આવેલ અને મજકુર હાલે મોટી ખાવડી ગામે મેઇન બજારમાં પપાર્થ હોટલ પાસે ઉભેલ  છે તેવી હકીકત આધારે રેઇડ કરતા મજકુર બંન્ને ઇસમો પકડાઇ ગયેલ અને મજકુરના કબ્‍જાથી અલગ-અલગ કંપનીના કુલ ૪૭ મોબાઇલ ફોન કિ. રૂ. ૧,૦પ,૦૦૦ ના મળી આવતા એએસઆઇ વશરામભાઇ આહીર કબ્‍જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્‍યાન છેલ્લા એકાદ વર્ષ દરમ્‍યાન મેઘપર પો. સ્‍ટે.ના મોટી ખાવડી જોગવડ આજુબાજુના વિસ્‍તારમાં આશરે ૨૦ ચોરીઓ કરેલની કબુલાત કરેલ છે.

મજકુર આરોપી (૧) અસગર હારૂન કકલ વાઘેર રહે. સચાણા તા.જી. જામનગર (૨) સુલેમાન ઈકબાલ ભાડાલા રહે. જામનગરવાળા એ સાથે મળી નીચે મુજબની ચોરીઓ કરેલ છે.

આજથી છ માસ પહેલા જોગવડ ગામે એક રહેણાક મકાનમાંથી બે મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૬૦૦૦ની ચોરી કરેલ હતી. આજથી ત્રણ માસ પહેલા મેઘપર ગામના કંચવા ગેસ્‍ટ હાઉસમાં આશરે રોકડ તથા મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. આજથી પંદર દિવસ પહેલા મોટી ખાવડી ત્રણ ખુલ્લા મકાનમા બે મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. એક વર્ષ પહેલા મેઘપર ગામમાં એક ખુલ્લા મકાનમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. અગીયાર મહિના પહેલા મોટી ખાવડી ગામમાં મકાનમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. અગીયાર મહિના પહેલા સિક્કા પાટીયા પાસે આવેલ એક મકાનમાંથી એક મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. દશ મહિના પહેલા જોગવડ પાટીયા પાસે આવેલ એક રહેણાક મકાનમાંથી ત્રણ મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી.

નવ મહિના પહેલા સિક્કા પાટીયા ગામમાં રહેણાક મકાનમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. નવ મહિના પહેલા મોટી ખાવડી ગામે રહેણાક મકાનમાંથી એક મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. નવ મહિના પહેલા જોગવડ પાટીયા પાસે આવેલ એક રહેણાક મકાનમાંથી ત્રણેક મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. આઠ મહિના પહેલા સિક્કા પાટીયા ગામમાં આવેલ એક રહેણાક મકાનમાંથી એક મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી. આજથી આઠ મહિના પહેલા મોટી ખાવડી પાસે આવેલ એક રહેણાક મકાનમાંથી બે મોબાઈલ ફોનની ચોરી કરેલ હતી.

આ કાર્યવાહી પો ઇન્‍સ.શ્રી આર.એ.ડોડીયાની માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. વી.વી.વાગડીયા, વી.એમ.લગારીયા તથા એલસીબીના જયુભા ઝાલા, વશરામભાઇ આહીર, બશીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્‍દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ગજેન્‍દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, સુરેશભાઇ ડાંગર, નિર્મળસિંહ બી.જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાંધલનિર્મળસિંહ એસ.જાડેજા, દિનેશભાઇ ગોહીલ, કમલેશભાઇ રબારી, દીનેશભાઇ ગોહીલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી.જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:06 pm IST)