Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મોરબીના પ્રાથમિક શિક્ષકોને એક જ એપથી તમામ તાલીમો આપી ભારણ ઘટાડવા રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૭:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ - મોરબી દ્વારા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પર મોબાઈલ વપરાશનું ભારણ ઘટાડવા તેમજ જુદી જુદી એપના બદલે એક જ એપના માધ્યમથી બધી જ તાલીમો આપવા અંગે રાજયકક્ષાએ રજૂઆત કરી છે.

હાલ કોરોના કાળમાં બાળકો શાળાએ આવતા ન હોય એના કારણે હાલ ઓનલાઈનના માધ્યમથી અનેક પ્રકારની કામગીરી જેમ કે જુદી જુદી તાલીમો માટે જુદી જુદી એપ આપવામાં આવતી હોય તમામ એપને ડાઉનલોડ કરવી, દરેકના યુઝર આઈડી પાસવર્ડ યાદ રાખવામાં ખુબજ મુશ્કેલી પડે છે અને અનેક પ્રકારની એપના કારણે મોબાઈલ પણ હેંગ થઈ જાય છે, નિષ્ઠા તાલીમ જે દીક્ષા એપના માધ્યમથી સતત અઢાર દિવસ સુધી મોબાઈલ પર લેવાની છે ચેતના તાલીમ,હોમ લર્નીગ ટ્રેનિંગ, ફિટ ઈન્ડિયા ટ્રેનિંગ,નોડલ ટીચર ટ્રેનિંગ,કોવિડ - ૧૯ ટ્રેનિંગ આ બધી જ તાલીમો મોબાઈલ પર લેવાની છે, આ ઉપરાંત દરરોજ પોતાના વર્ગના ચાલીસ બાળકોને મોબાઈલથી હોમ વર્ક આપવું, વિદ્યાર્થીઓ હોમ વર્ક કરે છે કે નહીં એની દરરોજ વાલી સાથે મોબાઈલ પર ચર્ચા કરવી,દર મહિને લેવાતી ચાર ચાર એકમ કસોટીના પેપર દરેક બાળકના સ્કેનિંગ કરી ઓનલાઈન અપલોડ કરવા,ખેલો ઇન્ડિયાની ઝટીલ, લાંબી અને કઠિન માહિતી ઓનલાઈન ભરવી તેમજ માઈક્રોસોફ્ટ ટીમસના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસ લેવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે,સામાન્ય રીતે ખેતી કરતા,મજૂરી કરતા વાલીઓના બાળકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોતો નથી, હોય તો એમના વાલી પાસે હોય છે, જયારે વાલી દ્યરે આવે છે ત્યારે એક જ વાલીના બે ત્રણ સંતાન હોય કયા બાળકને મોબાઈલ વાપરવો એનો પ્રશ્ન થતો હોય છે વળી,દરેક વાલીના મોબાઈલમાં શિક્ષકે જ માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ ઈન્સ્ટોલ કરી આપવી પડે છે અને ટીમસ એપમાં બાળકોને લોગીન થવામાં મુશ્કેલીઓ પડે છે,

હાલ વિવિધ પ્રકારની ઓનલાઈન તાલીમમાં સર્વર ડાઉન ના કારણે શિક્ષકોએ સતત મોબાઈલ પર રહેવું પડે છે નિષ્ઠા તાલીમમાં દિક્ષા એપ વારંવાર અન ઇન્સ્ટોલ કરી ઈન્સ્ટોલ કરવી પડે છે તો જ ચાલે છે, તો બધી બાબતોમાંથી અમુક બાબતોમાં મુકિત આપવા રાજય કક્ષાએ રજુઆત કરેલ છે.

આરટીઇ પ્રવેશ પ્રક્રિયા

આરટીઇ-૨૦૦૯-ની કલમ ૧૨.૧.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે  પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. ૧૦/૦૯/ર૦૨૦ અને બીજો રાઉન્ડ તૉં ૦૩/૧૦/૨૦૨૦ નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં આશરે ૮૨૨૩૬ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને  પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડ માં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળ ની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને  હેઠળ પ્રવેશ આપી શકાય.

જે વિદ્યાર્થીઓ આરટીઇહેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓ માં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા.- ૧૫/૧૦/૨૦૨૦, ગુરુવાર થી તૉં- ૧૮/૧૦/૨૦૨૦, રવિવાર સુધીમાં ના વેબ પોર્ટલ https://rte.orpgujarat.com પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે.શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીનાં ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાનીરહેશે ત્યારબાદ સબમીટ બટન પર કિલક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે.

આ પ્રિન્ટની નકલ રીસીવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી.જેની ખાસ નોંધ લેશો. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રક માં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનૅં પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સજ્જન પર નાલા પાસે મસમોટા ખાડા

ટંકારાના સજ્જનપર ગામના રહેવાસી સાગર કોરડીયાએ ડીડીઓને રજૂઆત કરી છે કે ટંકારાના સજ્જનપર ગામે મોરબી જવાનો માર્ગ સજ્જનપરથી આગળ બે કિલોમીટર પાસે નાળું આવેલ છે જયાં નાલાના આગળના ભાગે મસમોટા ખાડા જોવા મળે છે જેથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે અને રોડના ખાડાને રીપેરીંગ કરવામાં નહિ આવે તો વાહનચાલકોને જીવ ગુમાવવાનો વખત આવે તે પૂર્વે રોડના ખાડાઓ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(11:43 am IST)