Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલ પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ

ભુણાવા, હડમતાળા અને ભરુડી સહિતના ગામો પર ભારે પવન સાથે વરસાદ. :. વરસાદની સાથે જ શહેરમાં લાઈટ ગુલ: ખેડૂતોની સ્થિતી કફોડી

ગોંડલ શહેર અને પંથક માં વરસાદ નોંધાયો હતો. ભરૂડી, પીપળીયા, ભુનાવા, સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. અસહ્ય અને ગરમીથી ત્રસ્ત લોકોને વરાસદના કારણે રાહત મળી હતી. જો કે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી કફોડી થઇ હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની સાથે જ શહેરમાં લાઈટ ગુલ થઇ. ગોંડલ રાજકોટ હાઇવે પર પણ વરસાદ પડ્યો હતો. ભુણાવા, હડમતાળા અને ભરુડી સહિતના ગામો પર ભારે પવન સાથે વરસાદ. પડ્યો હતો

(12:14 am IST)