Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જુનાગઢમાં ભાજપ દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિને વૃક્ષારોપણ

જુનાગઢઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે 'સેવા સપ્તાહ' અંતર્ગત આજરોજ વોર્ડ નં.૧૧માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપના અધ્યક્ષ શશિકાન્તભાઇ ભીમાણી, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, કોર્પોરેટરશ્રી પલ્લવીબેન ઠાકર, વોર્ડ પ્રમુખ મિલનભાઇ ભટ્ટ, મહામંત્રી અલ્કેશભાઇ ગુંદાણીયા, વનરાજભાઇ સોલંકી, કિશનભાઇ પંડિત અને વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(12:59 pm IST)
  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST