Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સાંજે અમરેલીમાં નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે દીદીની ડેલી ઓફીસનું લોકાર્પણ

કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી અપાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭ : અમરેલી જીલ્લા સહિત સમગ્ર દેશમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિને સેવા સપ્તાહ ઉજવાઇ રહ્યો છે ત્યારે મધર કલબ ઓફ અમરેલી ટ્રસ્ટ દ્વારા દીદીની ડેલી ઓફીસનું લોકાર્પણ કરવામાં આવશે.

સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે, દીદીની ડેલીના માધ્યમથી હજારો લોકોને સરકારની યોજનાઓ અને સહાય મેળવવા દરબદર ભટકવું નહીં પડે. સરકારશ્રી દ્વારા તમામ લાભાર્થીના ખાતામાં સહાય આપવામાં આવે છે, પરંતુ માહિતીના અભાવ તેમજ ઓનલાઇન ફોર્મ પદ્ધતિના કારણે લાભાર્થીઓ આર્થિક રીતે દંડાય છે. જેમાંથી મુકિત અપાવવા માટે આ સંસ્થાના આશિર્વાદરૂપ બનશે. સંસ્થાના માધ્યમથી  દરેક ગામમાં તેમજ શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં વધુમાં વધુ પાંચ લોકોની સમિતિ બનાવવામાં આવશે. બિનરાજકીય રીતે વિસ્તાર તેમજ ગામમાં કોઇપણ મહિલા અકાળે વિધવા બને જરૂરીયાત મંદ દીકરીના લગ્નમાં કુવરબાઇનું મામેરૂ સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ અલકાબેન ગોંડલીયા, નીતાબેન ચત્રોલા, અનસુયાબેન શેઠ, તેમજ સંસ્થાના મેનેજર (સી.ઇ.ઓ.) દિલસાદભાઇ શેખ જહેમત ઉઠાવી રહ્યાં છે. અમરેલી શહેરની મધ્યમમાં રોયલ પેરેડાઇઝ પ્રથમ માળ દીદીની ડેલી આજે સાંજના ચાર કલાકની લોકોની સેવા માટે ખુલ્લી મૂકાશે.

(12:59 pm IST)