Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા દ્વારા નિર્મિત નરેન્દ્રભાઇની બુકનું ઇ-લોકાર્પણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૭ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસે જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા કલેકટર એડિશન કહી શકાય તેવી સ્પેશ્યલ ઈ-બૂક તૈયાર કરી છે. આ બૂકનું નામ '૭૦ વર્ષ ૭૦ કદમ ભારત નિર્માણના' રાખવામાં આવ્યું છે. આ વિશેષ બૂક નરેન્દ્રભાઈ મોદીના જીવનસફરની ૭૦ ઘટનાક્રમ સાથે સંકળાયેલી છે. આ બૂકમાં એવા નિર્ણયો, પ્રસંગો અને યોજનાઓને સાંકળવામાં આવી છે જે ભારતના જનજીવનમાં સુખાકારી લાવવા માટે નિર્ણાયક બન્યા હોય.

કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, આજે બપોરે ૦૧-૩૦ કલાકે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદી પર તૈયાર કરાયેલી ઈ-બૂકનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી હકુભા જાડેજા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ગુજરાત મ્યુનિસિપલ  બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપના આગેવાન મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઈ ગાજીપરા, જિલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

(12:58 pm IST)
  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST