Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નરેન્દ્રભાઇના જન્મદિને સૌરાષ્ટ્ર કચ્છમાં સેવાકાર્યોનો ધમધમાટ

કોરોનાકાળમાં ઉકાળા-માસ્કની સાથોસાથ હોસ્પિટલમાં ફ્રૂટ-બિસ્કીટનું વિતરણ : સોશ્યલ ડિસ્ટન્સ સાથે સફાઇ અભિયાન

પ્રથમ તસ્વીરમાં નરેન્દ્રભાઇ મોદીની જસદણ મુલાકાતનો ફાઇલ ફોટો, બીજી તસ્વીરમાં જામજોધપુરમાં સફાઇ અભિયાન, ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરાયું તે નજરે પડે છે. (તસ્વીર : હુસામુદ્દીન કપાસી (જસદણ), અશોક ઠાકર (જામજોધપુર), ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી).(૯.૪) 

રાજકોટ તા. ૧૭ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સેવાકાર્યોનો ધમધમાટ છે.

કોરોના મહામારીમાં ઉકાળા-માસ્કની સાથો સાથ હોસ્પિટલોમં ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦ માં જન્મ દિવસે અનેકાએક સેવાકીય કાર્યો થઇ રહ્ય છે ત્યારે જસદણની મુલાકાત સમયની તસ્વીરો સોશ્યલ મીડિયામાં ધૂમ વાયરલ થઇ રહી છે. જસદણ વીંછીયાના ઇતિહાસમાં ડો. ભરતભાઇ બોઘરાએ ભાજપને પ્રથમવાર જીત અપાવી તેમની અંગત લાગણીને કારણે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ત્રણ વખત જસદણની મુલાકાત લીધી હતી ત્યારે ભાજપ અગ્રણી ગજેન્દ્રભાઇ રામાણીના સુપુત્રના એક લગ્ન સમારોહમાં હાલ જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા અને એમના પતિ અને ભાજપ અગ્રણી અલ્પેશભાઇ રૂપારેલીયાએ મુલાકાત કરેલ હતી એ તસ્વીરો સોશ્યલ મીડીયામાં ભારે શેર થઇ રહી છે.

જામજોધપુર

જામજોધપુર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત નગરપાલિકા વોર્ડ ૩ મુકામે વિવિધ કાર્યક્રમોની સાપ્તાહીક ઉજવણીના ભાગરૂપે સફાઇ અભિયાન હાથ ધરાયેલ જેમાં પૂર્વમંત્રી ચિમનભાઇ સાપરીયા, નગરપાલિકા પ્રમુખ મમતાબહેન ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર માર્કેટીંગ યાર્ડના સદસ્ય જયસુખભાઇ વડાલીયા સફાઇ સમિતીના ચેરમેન જેન્તીભાઇ સીણોજીયા પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તારાબેન વડાલિયા તેમજ કોર્પોરેટર ડાડુભાઇ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્ત્।ે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે વિતરણ કરા યુ ભારતના વડાપ્રધાન અને પછી સમગ્ર વિશ્વમાં ભારતની આગવી છાપ ઉભી કરનારા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્ત્।ે ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલ દ્વારા બિસ્કીટનું વિતરણ કરાયું હતું આ તકે હોસ્પિટલના અધિક્ષક ડો જયેસ વેસેટીયન, ડો અંકીતાબેન પરમાર ઞીરાબેન ગોસ્વામી તથા સ્ટાફ પરિવાર દ્વારા દર્દીઓને ફ્રુટ તથા બિસ્કીટનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસની ઉજવણી કરી હતી.

(12:00 pm IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST