Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર : નવા 43 પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 3603 થઇ : સિટીમાં 28 કેસ અને ગ્રામ્યમાં વધુ 15 કેસ નોંધાયા

ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 43 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3603 થઇ છે આજે નોંધાયેલ 43 પોઝિટિવ કેસમાં ભાવનગર સિટીમાં 28 કેસ અને ગ્રામ્યમાં વધુ 15 કેસ નોંધાયા છે

(7:13 pm IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST