Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબીના અંબિકા રોડ ઉપર જર્જરિત દીવાલ પડતા વીજ સબસ્ટેશનના ભુક્કા.

મોડી રાત્રે બનેલી ઘટનામાં સદભાગ્યે જામહાની ટળી

 મોરબીના અંબિકા રોડ ઉપર ગતરાત્રે ભારે વરસાદને પગલે એક જર્જરિત દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ માથે પડતા વીજ સબ સ્ટેશન અને બોલેરો કારના ભુક્કા બોલી ગયા હતા. મોડી રાત્રે બનેલી ઘટનામાં સદભાગ્યે જામહાની ટળી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સૂરજબાગ પાસે આવેલ અંબિકા રોડ ઉપર રહેતા લોકોના જણાવ્યા મુજબ આ અંબિકા રોડ ઉપર આશરે સો વર્ષ જૂની મસમોટી દીવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને રજુઆત કરીને સ્થાનિક લોકોની સલામતી માટે આ જર્જરિત દીવાલ પાડી નાખવાની માંગ કરી હતી. પણ તંત્રએ ધ્યાન ન આપતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં અંબિકા રોડ ઉપર મોડી રાત્રે ભારે વરસાદને પગલે આ દીવાલ પડી હતી અને આ દિલાલ વીજ સબ સ્ટેશન ઉપર પડતા તેના ભુક્કા બોલી ગયા હતા આથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે બોલેરો કારને પણ નુકશાન થયું હતું. રાતનો સમય હોવાથી જાનહાની થઈ ન હતી. હજુ આ વિસ્તારમાં એક જર્જરિત દીવાલ હોવાથી તંત્ર યોગ્ય ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

(8:36 pm IST)