Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબી શહેર-જીલ્લામાં જુગારના ૪ દરોડા : રર પતા ટીચતા પકડાયા

ખાટકીવાસમાં ૬, ઉમીયાનગર સોસાયટીમાં બે સ્થળેથી અને ઉંચી માંડલ ગામે ૮ જુગારી પકડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૮:   શહેર અને જીલ્લામાં જુગારના ૪ દરોડોમાં રર શખ્સોને પતા ટીંચતા પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસનીટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે, મકબુલ હનીફભાઇ ઉર્ફે મમ્મુ કાશમાણી ખાટકવાસ બારશાખ રજપુત શેરીમાં આવેલ તેની ઓરડીમાં બહારથી જુગારના ખેલીઓને બોલાવી જુગાાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડો પાડીને આરોપી મકબુલ હનીફભાઇ ઉર્ફે મમ્મુ કાશમાણી, કાદીર સલીમભાઇ બાનાણી, યાસીન રજાકભાઇ બકાલી, અશોક નવીનચંદ્રભાઇ સરવૈયા, કનૈયાલાલ અમૃતલાલ ચાવડા અને ઇકબાલ હૈદરભાઇ શેખ રોકડા રૃા. ર૧૦૦૦ અને ગંજીપત્તા સાથેઝડપી લીધા હતા.

બીજા દરોડોમાં મોરબી સીટી બી-ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ઉમિયાનગર સોસાયટી મેઇન શેરીમાં જાહેરમાં જુગાર રમતા સિધ્ધરાજ કેશુભાઇ ગળાધરીયા, વિક્રમ જેરામભાઇ દુદકીયા, જયંતી પ્રભુભાઇ સનુરા અને સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયાને રોકડા રૃા. ૩૯૬૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડોમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ઉમિયાનગર સોસાયટી મેઇન શેરીમાં જાહેરમાં જુગાર રમતા પ્રકાશ નારણભાઇ શિંહોરા, કિશોર નરશીભાઇ બાબરીયા, ગાંડુ નોંધાભાઇ રાતડીયા અને કાનજી ધનશ્યામભાઇ જંજવાડીયાને રોકડા રૃા. ૬રપ૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડોમાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઉંચી માંડલ ગામે પેટ્રોલિંગમાં હતી એ સમયે જીયોબાથ સેનીટરીવેર્સ કારખાના પાસે જાહેરમા઼ જેરામ જાદવાભાઇ વાઘેલા, ભરત ધીરૃભાઇ પરમાર, મોઇન યુસુફભાઇ મલેક, કલ્પેશ જયંતિભાઇ મકવાણા, કરન બાબુભાઇ રાઠોડ, અનીલ કેશુભાઇ ધંધુકીયા, પ્રવિણ લખમણભાઇ સાલાણી અને નિરંજન સાર્થકભાઇ ફુલહારી ને રોકડા રૃા. ૧૬,૭૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:17 pm IST)