Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેશોદના નગરશ્રેષ્‍ઠીઓ દ્વારા જરૂરતમંદ પરિવારોને ફરસાણ મીઠાઈનું વિતરણ

કેશોદઃ કેશોદ શહેરમાં ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં અને ગરીબ મધ્‍યમ વર્ગના પરિવારો ને શહેરના નગરશ્રેષ્ઠીઓ નાં સહયોગથી કેશોદ પ્‍લાસ્‍ટિક ડિસ્‍પોઝલ એશોશીએશન નાં પ્રમુખ ભરતભાઈ કક્કડ,એસ પી કક્કડ,દિપકભાઈ સોલંકી, ભૌતિક દેવાણી, નિલેશ જેઠવા અને રામભાઈ સહિત યુવાનો દ્વારા જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે જુદા જુદા વિસ્‍તારોમાં પહોંચી જરૂરતમંદ પરિવારોને ફરસાણ મીઠાઈનું વિનામૂલ્‍યે વિતરણ કરી તહેવારો ઉત્‍સાહભેર ઉજવવા દરીદ્રનારાયણની સેવા કરી હતી. પત્રકાર ભરતભાઈ કક્કડ, એસ પી કક્કડ,સહિત યુવાનો દ્વારા વર્ષનાં દરેક ધાર્મિક તહેવારો દરમિયાન જુદી જુદી વસ્‍તુઓનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવે છે. કક્કડ પરિવાર દ્વારા નગરશ્રેષ્ઠીઓ નાં સહયોગથી કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિઓ અન્‍ય સંસ્‍થાઓને પ્રેરણાદાયી બની છે.

(1:12 pm IST)