Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જેતપુરમાં ૬૭ર બોટલ દારૂનો જથ્‍થો પકડાયોઃ બુટલેગર મોહસીન છનન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭ : તહેવાર નજીક આવતાનીસાથે જ બુટલેગરો દારૂના પ્‍યાસીઓની માગને પહોંચી વળવા જંગી સ્‍ટોક કરી લ્‍યે છે.  શહેર પોલીસે ગતરાત્રીના નવાગઢ ઇલાહીચોકમાં રેડ કરી રૂા.ર લાખનો ઇગ્‍લીશ દારૂ ઝડપી લીધો હતો.

પ્રાપ્‍ત વિગત અનુસાર સીટી પી.આઇ. અજયસિંહ ગોહિલ સ્‍ટાફને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન બાતમી મળેલા કે નાવાગઢના ઇલાહી ચોકમાં રહેતા મોહસીન મહમદભાઇ લાખાણી તેની ઓરડીમાં ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો રાખી વેપલો કરતો હોય જે આધારે શહેર પોલીસે મોહસીનના કબજા ભોગવટાની ઓરડીમાં રેડ કરતા ઇગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલો નંગ ૬૭ર કિ. રૂા.ર લાખ ૧ હજાર છસ્‍સોનો મળી આવતા કબ્‍જે કરેલ રેડ દરમિયાન મોહસીન મળી આવેલ ન હોય શહેર પોલીસે તેના વિરૂધ્‍ધ ગુનો નોંધી તેને પકડી પાડવા કામગીરી હાથ ધરી છે.

(1:07 pm IST)